
મુંબઈ તા. 13 નવેમ્બર, 2020, શુક્રવાર
ધુળે - સુરત હાઇવે પર નંદુરબારમાં ભીષણ અકસ્માતમાં ત્રણ જણ કાળનો કોળીયો બની ગયા હતા. ટ્રકની સાથે અથડામણ બાદ કાર બ્રીજ પરથી નીચે પડી ગઇ હતી.
પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી જખમી બે જણને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
ધુળે - સુરત હાઇવે પર કોંડાઇબારી ઘાટમાં એકબીજા વાહનને ઓવરટેક કરવા જતા આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે. ટ્રક અને કારની અથડામણ થઇ હતી. ત્યાર પછી કાર બ્રીજ પરથી અંદાજે ૩૦ ફૂટ નીચે નદી પાસે ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જયારે એક મહિલા સહિત ત્રણ જણને કાળ ભરખી ગયો હતો. મૃતકમાં ગુજરાતના રહેવાસી હોવાની ચર્ચા થઇ રહી છે. આ ઘટના બાદ પોલીસ અને સ્થાનિક લોકો મદદ માટે પહોંચી ગયા હતા. તેમણે મૃતક અને ઇજાગ્રસ્ત કારમાંથી બહાર કાઢયા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36OQkRB
No comments:
Post a Comment