જોગેશ્વરીમા બિઝનેસમેનના ઘરમાં સશસ્ત્ર લૂંટારા ઘૂસ્યાઃ પુત્રીએ બહાદુરીથી સામનો કર્યો 2 આરોપી પકડાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 13 November 2020

જોગેશ્વરીમા બિઝનેસમેનના ઘરમાં સશસ્ત્ર લૂંટારા ઘૂસ્યાઃ પુત્રીએ બહાદુરીથી સામનો કર્યો 2 આરોપી પકડાયા


મુંબઈ તા. 13 નવેમ્બર, 2020, શુક્રવાર

જોગેશ્વરીમાં બિઝનેસમેનના  ઘરમાં લૂંટના ઇરાદે ઘૂસેલા  સશત્ર્સ ત્રણ આરોપીનો તેમની પુત્રીએ હિંમતપૂર્વક સામનો કર્યો હતા. બાદમાં પોલીસની મદદથી બે લૂંટારાને પકડવામાં આવ્યા હતા.

જોગેશ્વરી (પૂર્વ)માં બિઝનેશમેન ગાંગજી (ઉ.વ.૬૨) તેમની પત્ની, પુત્રી સાથે રહેતા હતા. તેમના ઘરમાં ત્રણ લૂંટારા રિવાંલ્વર, ચાકૂ, સ્કૂ ડ્રાઇવર લઇને ઘૂસ્યા હતા. તેમણે શસ્ત્રથી ધમકાવીને લૂંટનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન બેડરૃમમાંથી પુત્રી બહાર આવી હતી. તેણે લૂંટારાનો પ્રતિકાર કર્યો હતો. એક  લૂંટારાએ હુમલો કરતા તેના હાથમાં ઇજા થઇ હતી. આમ છતા તેણે બાલ્કનીમાં જઇ મદદ માટે બૂમાબૂમ કરી હતી.

આથી લૂંટારાઓ ગભરાય ગયા હતા. પછી તેઓ રિક્ષામાં પલાયન થઇ ગયા હતા. પેટ્રોલિંગ કરતા પોલીસે તેમનો પીછો કર્યો હતો. છેવટે બે આરોપીને પોલીસે ઝડપી લીધા હતા. તેમના આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lv95iX

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages