
મુંબઇ,તા.12 નવેમ્બર, 2020, ગુરુવાર
બોલીવૂડના અભિનેતા સુશાંત રાજપૂતના મૃત્યુ બાદ સામે આવેલ ડ્રગ્સ કેસમાં સતત બોલીવૂડની હસ્તીઓના નામ બહાર આવી રહ્યા છે અને એનસીબી તેમની પૂછપરછ કરી રહી છે. બોલીવૂડના અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિયલા ડિમિટ્રીયાડેસની આજે સતત બીજા દિવસે પણ એનસીબીએ તેની પૂછપરછ કરી હતી. ગ્રેબિયાલાની પૂછપરછ બાદ એનસીબીએ હવે અર્જુન રામપાલને પણ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.
સૂત્રોનુસાર એનસીબીએ ગ્રેબિયલાની તેના ભાઇ એજીસિલાઓસ વિશે ડ્રગ્સ કનેકશન બાબતે પૂછપરછ કરી હતી. એજીસિલાઓસની એનસીબીએ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. તેના પાસેથી ડ્રગ્સ મળી આવ્યા બાદ એનસીબીએ આ કાર્યવાહી કરી હતી.
બીજી તરફ એનસીબીએ હવે ડ્રગ્સ કેસમાં અર્જુન રામપાલને સમન્સ મોકલી પૂછપરછ માટે બોલાવ્યો છે. આ પહેલા એનસીબીએ અર્જુન રામપાલના ઘરે રેડ પાડી તલાશી લીધી હતી જેમા કથિત રીતે અમૂક એવી દવાઓ મળી આવી હતી જેનો સમાવેશ એનડીપીએસ એકટ હેઠળ થાય છે. આ સંદર્ભે શુક્રવારે અર્જુન રામપાલની પૂછપરછ થાય તેવી સંભાવના છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kvFbcR
No comments:
Post a Comment