
મુંબઈ તા. 12 નવેમ્બર, 2020, ગુરુવાર
દિવાળી અગાઉ પાલઘરમાં વાડાામં ગ્રાહકના સ્વાંગમાં ઝવેરીની દુકાનમાં ઘૂસી અજાણ્યો આરોપી ૨૦ લાખ રૃપિયાના સોનાના દાગીના ચોરી નાસી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં ઝડપાય ગઇ હતી. પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે વાડામાં પૂજા જવેલર્સમાં ગઇકાલે સાંજે અજાણ્યો આરોપી દાગીના ખરીદવાને બહાને ઘૂસ્યો હતા. ત્યારબાદ તેણે ઝવેરીને સોનાની ચેન અને વીટી બતાવવાનું કહ્યું હતું ઝવેરી અન્ય દાગીના લેવા અંદર રૃમમાં ગયા હતા. ત્યારે આરોપી સોનાની ચેન સહિત અંદાજે ૨૦ લાખ રૃપિયાની દાગીના ચોરી રફૂચક્કર થઇ ગયો હતો.
આરોપી સીસીટીવીમાં ઝડપાય ગયો હતો તેણે ચહેરા પર માસ્ક પહેર્યું હતું. આ ગુનામાં અન્ય આરોપી સંડાવાયેલા હોવાની શંકા છે.
આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે કેસ નોંધી આરોપીની શોધખોળ શરૃ કરી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eTpDi5
No comments:
Post a Comment