
રાજકોટ,તા.13 નવેમ્બર 2020, શુક્રવાર
દર વર્ષની પરંપરા જાળવીને મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે તેમના હોમટાઉન રાજકોટમાં આવશે અને સવારે ૧૦થી રાત્રિના ૯ સુધી પરિવાર સાથે રહેશે. આ અન્વયે પોલીસ, મહાપાલિકા, વહીવટીતંત્ર સતર્ક રહેશે.
મુખ્યમંત્રી બન્યા પહેલા, દાયકાઓથી ગરેડીયા કૂવા રોડ પર તેમની દુકાન આવેલી છે જ્યાં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ચોપડા પૂજન પરિવારજનો સાથે રહીને તેઓ દર વર્ષે કરતા હોય છે. શહેર ભાજપના પ્રમુખે જણાવ્યા મૂજબ અન્ય કોઈ કાર્યક્રમો યોજાયા નથી. તેઓ સવારે દસ વાગ્યે આવશે, સાંજે છ વાગ્યે ચોપડા પૂજન બાદ રાત્રિના નવ વાગ્યે ગાંધીનગર જવા રવાના થશે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32Hbxvt
No comments:
Post a Comment