મહારાષ્ટ્રમાં કોરોનાના 105 દર્દીના મોત, નવા 4237 કેસ નોંધાતા સંખ્યા વધીને 17.44 લાખ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 14 November 2020

મહારાષ્ટ્રમાં કોરોનાના 105 દર્દીના મોત, નવા 4237 કેસ નોંધાતા સંખ્યા વધીને 17.44 લાખ



મુંબઈ તા. 14 નવેમ્બર, 2020, શનિવાર

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસ ચેપી રોગચાળો ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે લીધેલી વિવિધ  ઉપાય યોજનામાં સફળતા મળી રહી છે. મહારાષ્ટ્રમાં આજે ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૫ દરદીઓ મૃત્યુ પામ્યા હતા. અને નવા ૪૨૩૭ કેસ નોંધાયા હતા. આથી મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીની સંખ્યા વધીને ૧૭૪૪૧૯૮ થઈ છે. અને મરણાંકની સંખ્યા વધીને ૪૫૯૫૪ થઈ છે. આજે કોરોનાના ૨,૭૦૭ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાયા છે. એટલે કે આજ દિન સુધી ૧૬ લાખ ૧૨ હજાર ૩૧૪ દરદી કોરોના મુક્ત બન્યા છે. આમ કોરોનાનો રિકવરનું પ્રમાણ ૯૨.૪૧ થયું છે. આ સિવાય રાજ્યમાં કોરોનાના ૮૫,૫૦૩ એક્ટિવ દરદી છે. જે વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાથી મરણાંકનું પ્રમાણ ૨.૬૩ ટકા થયું છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મુંબઈમાં આજે ૭૨૬ દરદી નોંધાયા હતા અને ૧૬ દરદી મૃત્યુ પામ્યા હતા. આથી મુંબઈમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા  વધીને ૨,૬૯,૧૩૩ થઈ છે. મરણાંકની સંખ્યા ૧૦,૫૫૮ થઈ છે. અત્યાર સુધી કોરોનાના ૨૪૪૦૦ દરદી કોરોનાથી મુક્ત થયા છે. એટલે મુંબઈમાં કોરોનાથી રિકવરીનું પ્રમાણ ૯૦ ટકા થયું છે. જ્યારે મુંબઈમાં આજ દિન સુધી કોરોનાના ૧૩૮૧૬ દરદી એક્ટિવ છે. એમ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IxDlLr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages