
મુંબઇ,તા.14 નવેમ્બર, 2020, શનિવાર
દિવાળીની પરંપરા મુજબ ભંડારામાં બકરીઓને તળાવમાં નહાવા લઇ ગયેલા ત્રણ ભાઇ પાણીમાં ડૂબી ગયા હતા. આ બનાવને લીધે શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
ભંડારાના લાખાંદૂર ખાતે પુયારમાં આ બનાવ બન્યો હતો દિવાળી હોવાથી ત્રણ ભાઇ મધુકર મેશ્રામ (ઉ.વ.૪૨), સુધાકર, પ્રદીપ આજે સવારે તેમને બકરીઓને તળાવમાં નહાવા માટે લઇ ગયા હતા. ત્યારે પાણીની ઊંડાઇનો અંદાજ ન આવતા મધુકર ડૂબવા લાગ્યો હતો.
તેને બચાવવા સુધાકર અને પ્રદીપ તળાવમાં ગયા હતા. પણ ત્રણ ભાઇનું પાણીમાં ડૂબી જતા મોત થયુ હતુ. આ બનાવ બાદ મેશ્રામ પરિવાર અને ગામના લોકોએ ઘટનાસ્થળે જઇ તળાવમાંથી મૃતદેહો બહાર કાઢયા હતા. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ શરૃ કરી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38HoZ67
No comments:
Post a Comment