
મુંબઈ તા. 14 નવેમ્બર, 2020, શનિવાર
હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે દીપાવલીના શુભ તહેવારે મુંબઇના બપોરના તાપમાનમાં અચાનક વધારો નોંધાયો હતો. સાથોસાથ મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડા અને વિદર્ભમાં પણ બપોરના તાપમાનમાં વધારો નોંધાયો હોવાના સમાચાર મળે છે.
હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.કે.એસ.હોસાલીકરે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે છેલ્લા એકાદ સપ્તાહથી મુંઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવનો ઉત્તર-પૂર્વ- ઉત્તર દિશામાંથી ફૂંકાતા હતા.એટલે આ તમામ વિસ્તારોમાં ઠંડીનો પારો સરેરાશ ૧૦-૧૫ ડિગ્રી જેટલો રહ્યો હતો. જોકે આજે પવનોની દિશા અચાનક બદલાઇને અગ્નિ-પૂર્વની થઇ ગઇ છે.આ દિશાના પવનો તેની સાથે થોડી ગરમી પણ લાવી રહ્યા હોવાથી આજે નાશિક,જળગાંવ,મોલેગાંવ,પરભણી, ઉસ્માનાબાદ ,હર્નાઇ,ચંદ્રપુર,અકોલ અને નાગપુર વગેરે સ્થળોએ દિવસના તાપમાનમાં ઘણો વધારો નોંધાયો હોવાના સમાચાર મળે છે.
હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આજે મુંબઇના કોલાબામાં દિવસનું તાપમાન ૩૫.૦ અને રાતનું તાપમાન ૨૪.૦ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝનું દિવસનું તાપમાન ૩૬.૦ અને રાતનું તાપમાન ૨૨.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૮-૭૭ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૭૫-૬૦ ટકા નોંધાયું હતું.
બીજીબાજુ આજે ગુજરાતનું વલસાડ ૧૩.૫ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી વધુ ઠંડુ સ્થળ રહ્યું હતું.
આજે મધ્ય મહારાષ્ટ્રના જળગાંવમાં દિવસનું તાપમાન ૩૪.૫ અને રાતનું તાપમાન ૨૦.૦, પુણે,૩૨.૦ અને ૧૭.૭ , નાશિક-૩૧.૩ અને ૧૭.૪, માથેરાન-૩૦.૦ અને ૨૨.૦ ડિગ્રી રહ્યું હતું. મરાઠવાડાનાં પરભણીમાં ૩૩.૪ અને ૧૮.૭, ઉસ્માનાબાદ-૩૧.૦ અને ૧૯.૦, જ્યારે વિદર્ભનાં નાગપુરમાં ૩૩.૦ અને ૧૯.૦, અકોલા--૩૪.૦ અને ૨૧.૦ અને ચંદ્રપુર --૩૩.૦ અને ૧૮.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Uv5dCx
No comments:
Post a Comment