બોલીવૂડની ક્વીન થલૈવીમાં જયલલિતાની ભૂમિકા માટે વધારેલું વજન ઘટાડવા યોગા કરશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 15 October 2020

બોલીવૂડની ક્વીન થલૈવીમાં જયલલિતાની ભૂમિકા માટે વધારેલું વજન ઘટાડવા યોગા કરશે



મુંબઇ, તા.15 ઓકટોબર, 2020, ગુરુવાર

અભિનેત્રી કંગના  રનૌત  હાલ પોતાની આગામી ફિલ્મ થલૈવીને કારણે ચર્ચામાં છે.  આ ફિલ્મમાં તેણે પીઢ રાજકરણી અને એક સમયે અભિનેત્રી રહી ચૂકેલા જયલલિતાની ભૂમિકા નિભાવવા માટે ૨૦ કિલો વજન વધાર્યું હતું. હવે આ વજન ઉતારીને ફરી પોતાની અસલ ફિટનેસ હાંસલ કરવા કંગનાએ યોગાનો આશરો લીધો છે . કંગનાએ જણાવ્યું હતું કે વજન વધારતી વખતે મજા તો આવે છે પણ એને ઓછું કરવું એક સજા સમાન છે. ક્વીન ફિલ્મમાં ભજવેલી જોરદાર ભૂમિકાને કારણે  બોલીવૂડની ક્વીન ગણાતી કંગનાએ બુધવારે પોતે યોગાસન કરી રહી હોવાની તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીર બાબતે તેણે લખ્યું છે કે થલૈવીનું શૂટીંગ પૂરુ થઇ રહ્યું હોવાથી એ ફરી પોતાની અસલ ફિટનેસ હાંસલ કરવા તૈયાર કરી રહી છે.

તેમે ટ્વીટમાં વધુ લખ્યું  છે કે થલૈવી માટે તેણે ૨૦ કિલો વજન વધાર્યું હતું. પણ હવે તેનું શૂટિંગ પૂર્ણતાને આરે છે. આથી હવે મારે અગાઉ ફિટનેસ, ચપળતા અને મેટાબોલિઝમ ફરી હાંસલ કરવા છે.

કંગનાએ તેના ચાહકોને સવારનો સમય શારીરિક વ્યાયામ માટે સમર્પિત કરીને એક પિટ લાઇફસ્ટાઇલનું ધ્યેય રાખવાની હાકલ  કરી હતી.

તેણે ટ્વીટમાં પૂછયું હતું કે સવારે વહેલી ઉઠીને દોડવા અને ચાલવા જઇ રહી છું. મને કોમ સાથ દેશે? તસવીરમાં તનુ વેડ્સ મનુની આ કલાકાર યોગાસન કરતી વખતે પોતાનું સંતુલન બરોબર જાળવતી જણાઇ રહી છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GX0wP0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages