સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સંદીપ સિંહે રિપબ્લિક ટી.વી ને મોકલી બદનક્ષીની નોટીસ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 15 October 2020

સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સંદીપ સિંહે રિપબ્લિક ટી.વી ને મોકલી બદનક્ષીની નોટીસ


મુંબઇ,તા.15 ઓકટોબર, 2020, ગુરુવાર

બોલીવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નજીકના મિત્ર મનાતા સંદીપ સિંહે રિપબ્લિક ચેનલ અને તેના સર્વેસર્વા અર્ણબ ગોસ્વામી સામે બદનક્ષીની કાર્યવાહી હાથધરી તેને નોટીસ મોકલાવી હતી. આ નોટીસમાં તેણે તેની છબિ ખરડાવવાના આરોપસર ચેનલ અને અર્ણબ પાસેથી ૨૦૦ કરોડ રૃપિયાનુ વળતર અને માફી માગવાની માગ કરી છે. સિંહે નોટીસમાં એવો આરોપ કર્યો છે કે આરઅર્ણબે તેના વિશે ખોટી ખપરો ફેલાવી ચેનલને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ સંદિપ સિંહનુ નામ સતત ચેનલોમાં આવી રહ્યુ હતુ. આ બાબતે તપાસ કરતી એજન્સીઓએ પણ ઘણીવાર તેની પૂછપરછ કરી હતી. આ દરમિયાન મીડિયામાં તેવુ નામ સતત ઉછાળવામાં આવ્યું હતું. હવે સુશાંતના મૃત્યુ પ્રકરણે કાંઇ બહાર ન આવતા આ કેસમાં જેનુ નામ સતત ઉછાળવામાં આવેવુ તેવા  લોકો હવે કાયદેયસ૨ કાર્યવાહી કરવા આગળ આવી રહ્યા છે.

સંદીપ સિંહે અર્ણબ ગોસ્વામી અને રિપબ્લિક ટીવી પર એવો આરોપ લગાવ્યો છે કે તેની ચેનલ પર સંદીપની છબિ ખરડાવવામાં આવી હતી અને  તેના સમાચાર સતત ચલાવવામાં આવ્યા હતા અને તેને રોકવા માટે પૈસાની માગણી કરવામાં આવી હતી. આ નોટીસની તમામ માહિતી સંદીપે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o5Zv7Y

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages