
મુંબઈ, તા. 15 ઓકટોબર, 2020, ગુરુવાર
કાંદિવલીમાં બિલ્ડિંગના ૨૩મા માળે જીવના જોખુમે સ્ટંટ કરવાના મામલામાં ત્રણ જણ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થતા ચકચાર જાગી હતી પોલીસે આરોપીને પકડવા વધુ તપાસ હાથધરી છે.
કાંદિવલીમાં એસઆરએની બિલ્ડિંગના ૨૩માં માળએ બારીની બહાર ઉતરીને સ્લેબ પર ઉભા રહીને કોઇપણે પ્રકારનની સુરક્ષા વિના એક યુવક સ્ટંટ કરી રહ્યો હતો. જયારે અન્ય બે જણ તેનુ વિડીયો શૂટીંગ કરી રહ્યા હતા. બાદમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસને આ બાબતની જાણ થઇ તેમણે ત્રણ જણ સામે કેસ નોંધી ઝીણવટભરી તપાસ શરૃ કરી છે.
સોશિયલ મીડિયામાં ઝડપથી પ્રસિધ્ધિ મેળવવા સેલ્ફી કે જોખમી સ્ટંટના વિડીયો વાયરલ કરવામાં આવતા હોય છે. અગાઉ સેળફોન ચક્કરમાં અનેક વ્યકિતએ જીવ પણ ગુમાવ્યો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31aH205
No comments:
Post a Comment