
મુંબઇ, તા.15 ઓકટોબર, 2020, ગુરુવાર
સમગ્ર દેશમાં ગઇકાલે બુધવારે કોવિડ-૧૯ના નવા કેસમાં સહેજ વધારો થયો હતો પરંતુ આવા કેસોની સંખ્યા સતત ચોથા દિવસે ૭૦ હજારના આંકની નીચે રહી હતી. જ્યારે મોતની રોજિંદી સંખ્યા ૬૮૯ હોવાનું નોંધાયું હતું. જે ૭૯ દિવસમાં સૌથી ઓછી હતી. આ દિવસે સક્રિય કેસની સંખ્યા પણ ૧૬ હજાર ઘટીને ૮,૧૨,૭૩૯ની થઇ હતી. સક્રિય કેસોની સંખ્યામાં આમ બુધવારે સતત ૧૩મા દિવસે ઘટાડો થયો હતો.
નોંધપાત્ર છે કે કોરોનાવાઇરસની સૌથી હાનિકારક અસર પામનારા મહારાષ્ટ્રમાં ૪૨ દિવસમાં સૌ પ્રથમ વખત સક્રિય કેસની સંખ્યા ઘટીને બે લાખથી ઓછી થઇ હતી. જ્યારે ગુજરાતમાં સતત ચોથા દિવસે ડિસ્ચાર્જ (રજા) અપાયેલા દરદીઓની તુલનાએ નવા કેસોની સંખ્યા ઓછી રહેવા સાથે બે માસ બાદ નવા કેસોનો હિસ્સો ઘટીને ૧૫ હજારથી પણ ઓછો રહ્યો હતો. બુધવારની સાંજની માહિતી મુજબ ગુજરાતમાં ૧૪૯૫૯ સક્રિય કેસ હતા. જે કુલ ૧૧૫૫૮૯૮ કેસના ૯.૬ ટકા જેટલા કેસ થાય.
સમગ્ર દેશમાં ૨૭મી જુલાઇ પછી સૌથી ઓછાં ૬૮૯ કોવિડ મરણ નોંધાયા હતા. ૨૭મી જુલાઇએ ૬૮૩ મોત નોંધાયા હતા. બુધવાર બે દિવસ અગાઉ દેશમાં ૭૯ દિવસો દરમિયાનનાં બીજા ક્રમના સૌથી ઓછાં ૬૯૬ મરણ નોંધાયા હતા.
વિવિધ રાજ્ય સરકારોએ જારી કરેલી માહિતી મુજબ બુધવાર સુધી ભારતમાંકુલ ૧,૧૧,૨૫૭ લોકોનાં આ મહામારીમાં મરણ થયા હતા. તથા ૬૭૩૨૧ નવા કેસ નોંધાયા સાથે કેસની કુલ સંખ્યા ૬૩,૭૪,૮૫૫એ પહોંચી હતી. મોટા ભાગના રાજ્યોમાં કોવિડના સક્રિય કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો જ્યારે હિસ્ચાર્જ કરાયેલા દરદીઓ કરતાં નવા કેસોની સંખ્યા ઓછી રહી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H6HxB5
No comments:
Post a Comment