સૈંડલવુડ ડ્રગ કેસ : મુંબઇમાં અભિનેતા વિવેક ઑબેરોયના ઘરે બેંગલુરુ સેન્ટ્રલ ક્રાઇમબ્રાન્ચે છાપો માર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 15 October 2020

સૈંડલવુડ ડ્રગ કેસ : મુંબઇમાં અભિનેતા વિવેક ઑબેરોયના ઘરે બેંગલુરુ સેન્ટ્રલ ક્રાઇમબ્રાન્ચે છાપો માર્યો



મુંબઇ,તા.15 ઓકટોબર, 2020, ગુરુવાર

બોલીવૂડના અભિનેતા વિવેક ઑબેરોયના મુંબઇ  સ્થિત ઘરે બેંગલુરુ સેન્ટ્રલ ક્રાઇમબ્રાન્ચ (સીસીબી)ના અધિકારીઓએ છાપો માર્યો હતો. અભિનેતાની પત્નીનો ભાઇ આદિત્ય અલ્વા બેંગલુરુ ડ્રગ કેસમાં સંડોવાયેલો હોવાનો આરોપ છે. પોલીસે તેની શોધખોળ માટે વિવેકના ઘરે છાપો માર્યો હોવાનુ કહેવાય છે. વિવેકનો સાળો આદિત્ય તેની સામે કેસ દાખલ થયા બાદ ફરાર છે. સીસીબીએ કોર્ટની પરવાનગી બાદ વિવેકના ઘરે તપાસ કરી  હતી.

સીસીબી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અભિનેતા વિવેક ફરાર આદિત્યાના સંબંધી છે. અમને માહિતી મળી હતી કે આદિત્ય તેમના ઘરે છે.  આ માટે અમે તપાસ કરવા માગતા હતા. કોર્ટથી વૉરંટ લીધા બાદ સીસીબીની ટીમ મુંબઇ વિવેકના ઘરે ગઇ હતી.

સૈંડલવુડ ડ્રગ રેકેટમાં ઘણા પ્રખ્યાત લોકોના નામની જાણ થઇ હતી. છાપો મારવામાં આવ્યો હતો. આ હાઇ પ્રોફાઇલ ડ્રગ રેકેટમાં પકડાયેલા આરોપીએ આદિત્યની સંડોવણીની માહિતી આપી હતી.

પૂર્વ મંત્રી જીવરાજ અલ્વાનો પુત્ર આદિત્ય પાર્ટીઓ માટે જાણીતો છે તેની બહેનના લગ્ન વિવેક સાથે થયા હતા.

સૈંડલવુડ ડ્રગ કેસમાં અભિનેત્રી રાગિની દ્વિવેદી ઉપરાંત અનેક ડ્રગ પેડલર્સ સામેલ હતા. ડ્રગ ટેસ્ટ દરમિયાન રાગિનીએ યુરિનમાં આપી ભેળવીને સેમ્પલ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પછી પોલીસે ફરી ટેસ્ટ કર્યા હતા.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/341RvNa

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages