
મુંબઈ તા. 15 ઓકટોબર, 2020, ગુરુવાર
નવી અનલોકની માર્ગદર્શિકા અનુસાર આજથી દુકાનો સવારે નવથી સાંજે નવ સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. અર્થાત્ હવે વધુ બે કલાક મુંબઈના વેપારીઓ તેમની દુકાન ચાલું રાખી વેપાર કરી શકશે.જોકે આ નિર્ણયને મુંબઈના વેપારીઓએ વધાવ્યો છે.
આ સંદર્ભે વિવિધ વેપારીઓએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમે આ નિર્ણયથી ખૂબ ખુશ થયા છીએ. સાત વાગ્યા સુધી દુકાનો ચાલું રાખવાનો આ પહેલાં આદેશ હતો. પરંતુ ત્યારે અનેક લોકો જે અત્યાવશ્યક સેવામાં કામ કરી રહ્યાં છે, તેવા લોકો સાંજે ખરીદી કરવા આવી શકતાં નહોતા. આથી તેઓ ઓનલાઈન ખરીદી તરફ વળી રહ્યાં હતાં. પરંતુ હવે સમય વધારો મળતાં ગ્રાહકો પણ સાંજે જમીને ખરીદી માટે આવી શકશે. જેથી અમારા વેપારમાં પણ વધારો થશે.
હાલમાં ૩૦ ટકા વેપાર થઈ રહ્યો છે. જોકે વધુ બે કલાક મળતાં તહેવારોની સીઝનમાં વેપાર વધીને ૫૦ ટકા વધવાની શક્યતા છે. જોકે સામાન્ય લોકો માટે ટ્રેન શરુ થઈ જશે તો વધુ ૨૦ ટકા વેપાર વધશે. આથી વેપારીઓને પણ સ્ટાફના પગાર ચૂકવવા, દુકાનનું ભાડું ભરવામાં થોડી રાહત મળશે. દરમ્યાન અમે પણ તમામ દુકાનદારોને સરકારી નિયમોનું પાલન કરી ગ્રાહકો સાથે વ્યવહાર કરવા તેમજ દુકાનમાં સતત સેનિટાઈઝેશન કરી સોશિયલ ડિસ્ટંસિંગ પાળવા સંદેશ મોકલાવ્યો છે, એવી માહિતી ફેડરેશન ઓફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિએશનના અધ્યક્ષ વિરેન શાહે આપી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nUHnh0
No comments:
Post a Comment