માથેરાનના સુશોભીકરણનું 50 ટકા કાર્ય પૂર્ણ થયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 15 October 2020

માથેરાનના સુશોભીકરણનું 50 ટકા કાર્ય પૂર્ણ થયું


મુંબઈ,તા.15 ઓકટોબર, 2020, ગુરુવાર

હાલ માથેરાનમાં પેનોરમા પોઇંટ, હાર્ટ પોઇંટ, મિથરા પોઇંટ અને ઇકોપોઈંટ પર સુશોભીકરણનું કાર્ય શરૃ છે. દસ્તૂરી માથેરાન રોડ તેમજ પર્યટકો માટે આવેલા સ્થળોના સુશોભીકરણનું કાર્ય પણ ઝડપથી શરૃ છે. માથેરાન આ ઇકોસેન્સિટીવ પોઇંટ હોવાથી આ કાર્ય પર્યાવરણનું વિશેષ ધ્યાન રાખી કરાઈ રહ્યું છે. તેનું ૫૦ ટકાથી વધારે કામ પૂર્ણ કરાયું હોવાની માહિતી (એમએમઆરડીએ) મુંબઈ મેટ્રોપિલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરેટીએ આપી હતી.

એપ્રિલ ૨૦૧૮માં શરૃ કરાયેલા ચાર નિરિમલ સ્થળોના સુશોભીકરણ અને સુધારણાનું ૭૦ ટકા જેટલું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. દસ્તૂરી માથેરાન રોડનું પણ ૩૫ ટકા કાર્ય પૂર્ણ થઈ ગયં છે. આ કાર્યનો પ્રારંભ ૨૦૧૯માં કરાયો હતો.

રસ્તા પરની લાઈટો, સૂચના બોર્ડ, વટેમાર્ગુના બેસવા માટે બાકડા, ઘોડા પર ચઢવા માટે તૈયાર કરાયેલા પગથિયા, કચરાપેટી, વીજળીના થાભલા સુરક્ષાની જાળીઓ વગેરેનું બાંધકામ દેખભાલ સમિતિના માર્ગદર્શન હેઠળ તેમ જ માથેરાન હેરિટેજ સમિતિના નિયમ પ્રમાણે કરવામાં આવી રહ્યા છે. તેવી માહિતી એમએમઆરડીએએ આપી હતી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Itgi4k

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages