
મુંબઇ,તા.15 ઓકટોબર, 2020, ગુરુવાર
મહારાષ્ટના અમૂક જિલ્લામાં હળવા કબાણનો પટ્ટો સર્જાતા અને પાછોતરા વરસાદે રીતસરનો હાહાકાર મચાવ્યો છે. સોલાપુર જિલ્લામાં તો એવી પૂર પરિસ્થિતિ નિર્માણ પામી હતી કે એનડીઆરએફની ટીમને લોકોના બચાવ માટે મોકલવામાં આવી હતી. એનટીઆરએફની ટીમે આજે સવારે અહીંના મોહોળ તાલુકાના સાસુરે, ઘાટણે જેવા ગામમાં પુરના પાણીમાં ફસાયેલા લોકોનો બચાવ કરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડયા હતા. આ સાથે જ પંઢરપુર શહેરના નદીકાંઠે રહેતા ૮૦૦ કુટુંબોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
સોલાપુર જિલ્લામાં સતત વરસતા વરસાદને લીધે નદી, નાળા, ડેમ ઓવરફલો થઇને વહેવા માંડયા હતા. આ ઉપરાંત ચંદ્રભાગા નદીમાં પણ પૂર આવ્યુ છે. શહેર તેમજ ગ્રામિણ વિસ્તારમાં સતત બે દિવસ ભારે વરસાદ વરસતા પૂરજન્ય સ્થિતિ નિર્માણ પામી છે. પંઢરપૂરની પવિત્રે ચંંદ્રભાગા નદીમાં વિવિધ વિસ્તારનું પૂરનુ પાણી તો ઠલવાય જ છે પણ સાથે જ ઉજની અને વીર ડેમનું પાણી પણ અહીં જ ઠલવાતું હોવાથી નદી કાંઠે રહેતા ઘણા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ફકત પંઢરપૂરમાં જ ૮૦૦ જણનો બચાવ કરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
દરમિયાન પશ્ચિમ મહારાષ્ટ્ર સહ મરાઠવાડામાં પણ સતત ચાર દિવસથી વરસાત ધોધમાર વરસાદને લીધે વિવિધ જિલ્લામાં પૂર પરિસ્થિતિ નિર્માણ પામી હતી. અતિવૃષ્ટિને પરિણામે સોલાપૂર જિલ્લાના ૫૬૫ ગામો પુરના પાણીથી બાધિત થયા હતા જિલ્લામાં ૧૩૩૮ ઘરોને ભારે નુકશાન થયુ હતુ. જિલ્લાના ૪૭૩૧ કુટુંબીયોને જિલ્લા પરિષદની સ્કૂલમાં અને સાકર કારખાનામાં આસરો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લાના કુલ ૧૬૯૫૪ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. આ સિવાય પુણે જિલ્લાના દૌંડ તાલુકામાં પુણે શહેર, પિંપરી -ચિંચવડમાં પણ ઠેર-ઠેર ભારે વરસાદ પડયો હતો. ઘણા જિલ્લામાં આવેલ વિવિધ ડેમના દરવાજા ખોલી નાંખવામં આવ્યા હતા. આ ઉપરાંત પાછોતરા વરસાદને લીધે વિવિધ જિલ્લામાં પાકને ભારે નુકશાન થયુ છે. તેમજ નુકશાન પામેલ ખેડૂતોને મદદ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પણ ભારે વરસાદને લીધે પાકનુ પંચનામુ કરવામાં વિઘ્ન આવી રહ્યુું છે. આ સિવાય સાતારા, સાંગલી જેવા જિલ્લામાં પૂર આવતા ફળ અને દ્રાક્ષબાગને ભારે નુકશા થતા ખેડૂતોને કરોડોનુ નુકશાન થયુ હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lR9Pie
No comments:
Post a Comment