કંગનાની કચેરી પર પાલિકાએ હથોડો વીંઝ્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 9 September 2020

કંગનાની કચેરી પર પાલિકાએ હથોડો વીંઝ્યો


મુંબઈ તા. 9 સપ્ટેમ્બર, 2020, બુધવાર

શિવસેના અને બોલીવૂડની અભિનેત્રી કંગના રનૌત વચ્ચે શાબ્દીક વિવાદના પગલે આજે કંગના રનૌતની બાંદરા (પ.) પાલી હિલ સ્થિત ઓફિસ કરાયેલા ગેરકાયદે બાંધકામને આજે પોલીસનો પાકો બંદોબસ્ત હેઠળ ધ્વંસ કરી દીધા હતા. એટલે કે હથોડો વીંઝ્યો હતો. બુલડોઝર ફેરવ્યું હતું. આમ બોલીબવુડ એક્સટ્રેસ કંગના રનૌતને ઉદ્ધવ સરકાર સામે દાદાગીરી કરવી મોંઘી પડી છે.

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ કંગના રનૌત અને શિવસેના વચ્ચે વિવાદ સર્જાયો હતો અને મુંબઈને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર તરીકે કંગનાએ ઓળખાવ્યું હતું. ગુંડાઓ કરતાં મુંબઈ પોલીસનો ભય વધારે છે. એવા કંગનાએ નિવેદન કરતાં શિવસેના અને કંગના વચ્ચે શાબ્દીક વિવાદ વકર્યો હતો.

મુંબઈ મહાનગર પાલિકામાં સત્તાધારી પક્ષ શિવસેના છે. પાલી હિલ સ્થિત કંગના રનૌતની ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં કંગનાએ ગેરકાયદે બાંધકામ કર્યું છે કે નહીં તેની ચકાસણી સોમવારે પાલિકાની એચ/પશ્ચિમ વોર્ડના અધિકારી-કર્મચારીની એક ટુકડી આવીને ચકાસણી કરી હતી. ત્યાર બાદ મંગળવાર સવારે ૧૦ વાગ્યે પાલિકાએ કંગનાની ઓફિસની ઇમારતમાં વિવિધ ગેરકાયદે કરેલા બાંધકામની યાદી સાથેની સ્ટોપ વર્ક નોટિસ આપી હતી. અને ૨૪ કલાકમાં આ અંગેના કાગળપત્રો સાથે ખુલાસો કરવાની મહેતલ આપી હતી. નહીં તો પાલિકા આગળની કાર્યવાહીમાં તોડકામની કરશે એવા સંકેતો આપ્યા હતા. કંગના મુંબઈમાં નહોતી અને અન્ય લોકોએ નોટિસ ન લેતા પાલિકાએ ઓફિસના દરવાજા પર નોટિસ લગાડી હતી.

કંગનાનો બંગલો નિવાસી હોવાથી તેણે ઓફિસ શરૃ કરવા માટે રીતસર પરવાનગી લેવાની જરૃર હતી. પાલિકાના અધિનિયમ ૩૫૪(અ) અંતર્ગત કોઈ પણ રહેણાંક જગ્યાનો કમર્સિયલ ઉપયોગ કરી ન શકાય. બંગલામાં એફએસઆઇના નિયમનો ઉલ્લંધન થયું હોવાનું પ્રથમ ચકાસણીમાં મળી આવ્યું હતું. આ સિવાય  ૧૪ ઠેકાણે નિયમ બહાર બાંધકામ કરાયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ સિવાય અંતર્ગત કેટલાક ફેરફાર કર્યા હતા. શૌચાલય તોડીને તે જગ્યામાં ઓફિસ બનાવી હતી. આમ અનેક પરવાનગી વગર ફેરફાર કરાયા હતા. આ અંગેની નોટિસ આપ્યા બાદ સંતોષજનક કંગનાના અને તેના વકીલ તરફથી પ્રત્યુત્તર મળ્યો નહોતો. આથી આજે ૨૪ કલાક પૂરા થતાં કંગનાની ઓફિસમાં કરાયેલા ગેરકાયદેબાંધકામ પાલિકાએ બુલડોઝર એપરવ્યું હતું. આ તોડકામમાં ૫૦ જેટલા પાલિકાના કર્મચારી-અધિકારી ઉપસ્થિત હતા. બુલડોઝરથી બંગલાની બહાર ગેરકાયદે બાંધકામ તોડયું હતું. અંદર પાવડા, કોદાડી, હથોડાથી તોડકામ કર્યું હતું. આમ કંગનાના ગેરકાયદે બાંધકામને તોડી પડાયું હતું. આ તોડકામથી કંગનાનાને ઘણું નુકસાન થયું છે.

તોડકામ શરૃ થાય તે પૂર્વે કંગનાના વકીલ આવીને કાર્યવાહી નહીં કરવાની વિનંતી કરી હતી. કારણ કે મુંબઈની વડી અદાલતમાં સ્થગિત (સ્ટે) મળે તે મામલે કેસ દાખલ કરાયો હતો. પણ તેની સુનાવણી ચાલુ હતી. પરંતુ પાલિકાએ પોતાની કાર્યવાહી હાથ ધરીને તોડકામ કર્યું હતું. 

આ સંબંધે પાલિકાના એચ/પશ્ચિમ વોર્ડના વોર્ડ ઓફિસર વિનાયક વિસપુતેએ જણાવ્યું હતું કે કંગનાના પાલીહિલ ઘર-ઓફિસમાં થયેલા ગેરકાયદે બાંધકામ બદલ વર્ષ ૨૦૧૮માં નોટિસ આપી હતી. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33icoSR

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages