
મુંબઈ તા. 9 સપ્ટેમ્બર, 2020, બુધવાર
શિવસેનાએ આપેલી ધમકીને ગણકાર્યા વિના આખાબોલી અભિનેત્રી કંગના રનૌત આજે વિમાનમાર્ગે મુંબઇ આવી પહોંચતા એરપોર્ટની બહાર તેની વિરૃધ્ધ શિવસેનાએ અને સમર્થનમાં કરણી સેનાએ જોરશોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવકારોની ભીડને ધ્યાનમાં લઇ જડબેસલાખ સુરક્ષા કવચ વચ્ચે કંગનાને પાછળના દરવાજેથી એરપોર્ટની બહાર લઇ જવામાં આવી હતી.
કંગનાને 'વાય' શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હોવાથી બે કમાન્ડો સહિત ૧૧ રક્ષતો તેને સુરક્ષા પૂરી પાડી રહ્યાં છે. એરપોર્ટ ઉપર કંગનાના વિરોધીઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ભેગા થયા હોવાથી કોઇ અઘટીત ઘટના નિવારવા માટે ભરપૂર પોલીસે બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
એરપોર્ટની અંદર સીઆઇએસએફ તરફથી સલામતી વ્યવસ્થા રાખવામાં આવી હતી. આટલા બધા ઉહાપોહ છતાં કંગનાના ચહેરા પર જરા પણ ડર દેખાતો નહોતો, પણ રોષ સ્પષ્ટ વર્તાતો હતો. એરપોર્ટથી સલામતી વચ્ચે તેને બાંદરા સ્થિત નિવાસસ્થાને લઇ જવામાં આવી હતી. અહીં આવીને પણ શિવસેનાનો જરાય ભય રાખ્ય વગર તેણે બિન્ધાસ્ત આગજરતું નિવેદન કર્યું હતુું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m6oeYy
No comments:
Post a Comment