
મુંબઈ, તા.9 સપ્ટેમ્બર, 2020, બુધવાર
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે શહેરી ભારતમાંથી હરિયાળી અને ખુલી જગ્યાઓ ઝડપથી અદ્રશ્ય થઈ રહી હોવાની ચિંતાની વાત હોવાનું જણાવ્યું હતું. શહેરો ઝડપથી કોંક્રીટના જંગલ બની રહ્યા છે. એમ કહીને નાગપુર મહાનગર પાલિકાએ પાર્કના વ્યાવસાયિકરણ માટે કાઢેલા ટેન્ડરને રદ કર્યો હતો. શહેરના રસ્તા પર ગલીઓમાં એટલી ગીચતા છે કે શ્વાસ લેવાની જગ્યા જ નથી. એમ કોર્ટે ટિપ્પણી કરી હતી. શહેરી વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યા ઉતરોત્તર વધી રહી હોવાનું આંકડા જણાવે છે એમ કોર્ટે નોંધ્યું હતું.
શહેરો ઝડપથી કોંક્રીટ જંગલ બની રહ્યા છે. બાળકોને ઘરના બહાર રમવાની તક જ નથી મળતી અને કુદરતી વાતાવરણ મળી નથી રહ્યું. પાર્ક અન ેબગીચાના રક્ષણ કરવાની ગંભીર રીતે જરૃર છે તેઓ ફેફસાંની ભૂમિકા નીભાવે છે, એમ સિવિક એક્શન ગિલ્ડ ફાઉન્ડેશને કરેલી જનહિત અરજીમાં જણાવ્યું હતું.
અરજીમાં ટેન્ડરની કાયદેસરતા પર સવાલ કરાયો હતો. ચિલ્ડ્રન્સ પાર્ક મેઈન્ટેન કરવા કોન્ટ્રેક્ટર નિયુક્ત કરવા ટેન્ડર બહાર પડાયા હતા. ખુલી જગ્યામાં રેસ્ટોરાં, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી. આની સામે વાંધો ઉઠાવાયો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZoQr3g
No comments:
Post a Comment