કંગના રનૌતની બાંદરા ઓફિસના ડિમોલિશન પર બોમ્બે હાઈકોર્ટનો સ્ટે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 9 September 2020

કંગના રનૌતની બાંદરા ઓફિસના ડિમોલિશન પર બોમ્બે હાઈકોર્ટનો સ્ટે



મુંબઈ,  તા.9 સપ્ટેમ્બર, 2020, બુધવાર

અભિનેત્રી કંગના રનૌતની બાંદરા પાલી હિલ ખાતેની પ્રોપર્ટીનો તોડકામને બોમ્બે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. કથિત 'ગેરકાયદે બાંધકામ' બદલ કરાયેલી કાર્યવાહી સામે અભિનેત્રીની અરજી પર કોર્ટે મુંબઈ મહાપાલિકા (બીએમસી)ને જવાબ નોંધાવવા જણાવ્યું છે. ન્યા. કાથાવાલાની બેન્ચ સમક્ષ આવતીકાલે બપોરે ૩ વાગ્યે સુનાવણી રાખવામાં આવી છે.

મુંબઈને પાકિસ્તાન- ઓક્યુપાઈડ- કાશ્મીર (પીઓકે) સાથે સરખાવવા બદલ શિવસેનાના રોષનો ભોગ બનવું પડયું હતું.

હાઈકોર્ટના આદેશને પગલે કંગનાની પાલી હિલ ખાતેની ઓફિસમાં તોડકામની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. આવતીકાલે ત્રણ વાગ્યે અરજી પર વધુ સુનાવણી સુધી સ્ટે આપવામાં આવ્યો છે. દરમ્યાન કંગનાએ તેની ઓફિસમાં કોઈ ગેરકાયદે બાંધકામ નહીં હોવાનું જણાવ્યું હતું.

મહાપાલિકાએ કંગનાના વકિલ, રિઝવાન સિદ્દીકીએ મંગળવારની નોટિસનો આપેલો જવાબ ફગાવીને મુંબઈ મહાપાલિકાએ ઓફિસની બહાર ચોંટાડેલી નોટિસ બાદ ગણતરીના કલાકોમાં તોડકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોટિસમાં પાલિકાએ ઓફિસમાં ચાલી રહેલા નિયમબાહ્ય કામોની યાદી નોંધી હતી.

મુંબઈ મહાપાલિકાના કાર્યકારી ઈજનેરે જણાવ્યું હતું કે ગેરકાયદે કામ ચાલી રહ્યું છે. એ વાતની પુષ્ટિ થઈ છે અને અભિનેત્રી પાલિકાના કાયદા મુજબ પરવાનગી રજૂ કરી શકી નહોતી. આથી નોટિસમાં જણાવેલા કાર્યો ગેરકાયદે જાહેર કરવામાં આવે છે, એમ કાર્યકારી ઈજનેરે જણાવ્યું હતું. ચાલુ કામ અટકાવાયું નથી અને વધુ તોડકામ તમારા જોખમે, ખર્ચે અને પરિણામે કરવામાં આવશે. અભિનેત્રીને એક મહિનાથી એક વર્ષની જેલ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે. નોટિસમાં જણાવ્યા મુજબ બે બંગલોને મર્જ કરાયા છે. ગ્રાઉન્ડ ફલોરના ટોઈલેટને ઓફિસ બનાવાઈ છે. સ્ટોર રૃમને કિચનમાં ફેરવાયો છે. પૂજા રૃમમાં ગેરકાયદે મીટિંગ રૃમ અન ેફલોર એક્સ્ટેન્શન વગેરે કરાયું હોવાનું જણાવાયું હતું.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33cchYJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages