2 અને 3જા વર્ષમાં 23 સપ્ટેમ્બર સુધી એડમિશન લઈ શકાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 9 September 2020

2 અને 3જા વર્ષમાં 23 સપ્ટેમ્બર સુધી એડમિશન લઈ શકાશે


મુંબઈ તા. 9 સપ્ટેમ્બર, 2020, બુધવાર

દર વર્ષે નોકરીયાત વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં મુંબઈ યુનિવર્સિટીના ઈન્સ્ટિટયૂટ ઓફ ડિસ્ટન્સ એન્ડ ઓપન લર્નિંગ (આઈડૉલ)માં એડમિશન લેતાં હોય છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ના ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે પણ આઈડૉલે એડમિશન પ્રક્રિયા શરુ કરી દીધી છે. આ ઓનલાઈન એડમિશન પ્રક્રિયા હાલ બીજા અને ત્રીજા વર્ષમાં એડમિશન લેવા માગતાં વિદ્યાર્થીઓ માટે છે. જે ૨૩ સપ્ટેમ્બર સુધી ચાલશે.

યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યાનુસાર, હાલ બીજા અને ત્રીજા વર્ષના બીએ, બીકોમ, બીએસસી આઈટી તેમજ બીએસસી કોમ્પ્યુટરના એડમિશન શરુ કર્યા છે. તે સાથે જ એમએ, એમએ-એજ્યુકેશન, એમકોમ, એમએસસી (મેથ્સ, આઈટી અને કોમ્પ્યુટર સાયન્સ) તેમજ એમસીએ (બીજા અને ત્રીજા વર્ષ) તેમજ ડિપ્લોમા કોર્સના એડમિશન ચાલું કરાયા છ. દરમ્યાન પ્રથમ વર્ષમાં એડમિશન લેવા માગતાં વિદ્યાર્થીઓએ હજી રાહ જોવી પડશે.  




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2R877Yc

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages