નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ પકડેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીને ભાયખલા જેલમાં રાખવામાં આવી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 9 September 2020

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ પકડેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીને ભાયખલા જેલમાં રાખવામાં આવી


મુંબઈ, તા. 9 સપ્ટેમ્બર, 2020, બુધવાર

બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં ડ્રગ્સ કનેકશનની તપાસ બાદ ધરપકડ કરાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીને આજે ભાયખલા જેલમાં લઇ જવામાં આવી હતી. બીજીતરફ રિયાના ભાઇ શોવિકને કોર્ટે ૧૪ દિવસની જયુડિશ્યલ કસ્ટડી આપી છે.

આરોપી રિયા ચક્રવર્તીની આર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો  એનસીબીએ ગઇકાલે ધરપકડ કરી હતી. બાદમાં   ગઇકાલે સાંજે કોર્ટે ૧૪ દિવસની જયુડિશ્યલ કસ્ટડી આપી હતી. પછી તેને લૉકઅપમાં રાખવામાં આવી હતી તેને  આજે સવારે ભાયખલા જેલમાં ખસેડવામાં આવી હતી.

આરોપી રિયાના વકીલે તેની જામીન માટે આજે  સેશન્સ કોર્ટમાં આરજી દાખલ કરી હતી. કોર્ટમાં આવતીકાલે આ અરજી પર સુનાવણી થશે.

એનસીબીના અધિકારીઓએ અગાઉ નશીલા પદાર્થના મામલામાં પકડેલા રિયાના ભાઇની આજે કસ્ટડી પૂરી  થઇ હતી. કોર્ટે હવે તેને ૧૪ દિવસની જયુડિશ્યિલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

એનસીબીની કાર્યવાહીથી બોલીવૂડમાં પણ ખળભળાટ મચી ગયો છે તેમણે ડ્રગે પાર્ટીમાં સામેલ થનારા ૨૫ે સેલિબ્રિટીનીે યાદી તૈયાર કરી હોવાનું કહેવાય છે. હવે તેમને સમન્સ મોકલવામાં આવતો એમ કહેવાય છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DK7OUu

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages