
મુંબઈ તા. 9 સપ્ટેમ્બર, 2020, બુધવાર
મુંબઈ યુનિવર્સિટીએ ડિગ્રી પરીક્ષાઓ બાબતે મહત્ત્વનું પરિપત્રક જાહેર કર્યું છે. ડિગ્રી પરીક્ષા કઈ રીતે લેવી તેની પેટર્ન આપી હોઈ સંલગ્ન કૉલેજોએ એ જ પદ્ધતિએ પરીક્ષા લેવાની છે. મુંબઈ યુનિવર્સિટીના માર્ગદર્શક તત્વો અનુસાર, નિયમિત લેખિત પરીક્ષા પહેલીથી ૧૭ ઑક્ટોબર દરમ્યાન તો બૅકલૉગ પરીક્ષા ૨૫ સપ્ટેમ્બરથી બહુવૈકલ્પીય પદ્ધતિએ થશે. તમામ થિઅરી પરીક્ષા ૫૦ માર્ક માટે અને એક કલાકની સમય મર્યાદાની રહેશે.
મુંબઈ યુનિવર્સિટીએ પરીક્ષાના આયોજન બાબતે મંગળવારે મોડી રાત્રે પરિપત્રક જાહેર કર્યું છે. ક્લસ્ટર પદ્ધતિએ કૉલેજ સ્તરે પરીક્ષા લેવામાં આવશે. અર્થાત્ એક લીડ કૉલેજ અને તે અંતર્ગત તે પરિસરની ૬-૭ કૉલેજો મળી ક્લસ્ટર્સ બનશે. એક ક્લસ્ટરમાં એક સમયે એક ટાઈમટેબલ અનુસાર પરીક્ષા થશે. પ્રશ્નપત્ર પણ ક્લસ્ટર પ્રમાણે હશે. જેની સૂચના કૉલેજો વિદ્યાર્થીઓને આપશે.
તમામ થિઅરી પરીક્ષા ૧૩ માર્ચ ૨૦૨૦ સુધીમાં વિદ્યાર્થીઓને ભણાવાયેલ અભ્યાસક્રમને આધારે લેવાશે. એમસીક્યુ પદ્દતિએ ૫૦ માર્કની પરીક્ષા એક કલાકના સમયગાળામાં વિદ્યાર્થીઓએ આપ્યા બાદ તુરંત જ પ્રત્યેક કૉલેજે મૂલ્યાંકન શરુ કરી વિદ્યાર્થીઓના માર્ક્સ તૈયાર કરવાના રહેશે. થિઅરી ૫૦ માર્કની હોવાથી તેને સંબંધિત વિષયના કુલ માર્ક્સ (૬૦, ૭૫, ૮૦ કે ૧૦૦) અનુસાર રુપાંતરીત કરી બે દિવસમાં યુનિવર્સિટીની ઓનલાઈન સિસ્ટમમાં અપલોડ કરવાનું રહેશે, એવી સૂચના યુનિવર્સિટીએ કૉલેજોને આપી છે. જો બેકલૉગની પરીક્ષા કૉલેજોએ ફેબુ્રઆરી-માર્ચ ૨૦૨૦માં લઈ લીધી હોય તો તે પરત ન લેવી એવી સૂચના પણ અપાઈ છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DIAD3A
No comments:
Post a Comment