
મુંબઈ, તા. 9 સપ્ટેમ્બર, 2020, બુધવાર
મુંબઈ મહાનગર પાલિકાએ કરેલી તોડકામથી નારાજ થયેલી બોલીવૂડઅભિનેત્રી કંગના રનૌત મુંબઈ પહોંચતા વિડિયો શેઅર કરતાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરે આજે તમે મારું ઘર તોડયું છે, કાલે તમારો ઘમંડ તૂટશે, બધાનો સમય એક સરખો જતો નથી. એમ કહીને કંગનાએ ફરી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તરફ નિશાન તાક્યું હતું.
કંગનાને મુંબઈની પરિસ્થિતિ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર સાથે તુલના કરીને ટીકા કરી હતી. ત્યાર બાદ સર્જાયેલા વિવાદ બાદ કંગનાને મુંબઈમાં આવવું નહીં. એવી ધમકી અપાય છે એમ કહેવાતું હતું. હું ૯ સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવીશ કોના બાપની હિંમત છે કે તે મને અટકાવી શકે છે એવો પડકાર કંગનાએ આપ્યો હતો. ત્યાર બાદ આજે બુધવાર કંગનાએ આપ્યો હતો. ત્યાર બાદ આજે બુધવારે કંગના મુંબઈ આવી હતી.
મુંબઈ આવતાની સાથે કંગનાએ વિડિયો વાઇરલ કર્યો હતો. તેમાં તેણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે તમને શું લાગે છે. ફિલ્મ માપિયા સાથે મળીને મારું ઘર તોડીને તમે બદલો લીધો છે. આજે મારું ઘર તૂટયું છે. કાલે તમારો ઘમંડ તૂટશે. એવું ધ્યાન રાખજો. પણ તમે મારા પર ઉપકાર કર્યો છે.
કાશ્મીરી પંડિતોને કેવું લાગતું હશે તે આજે મને ખબર પડી. આજે હું દેશને વચન આપું છું કે મેં ફક્ત અયોધ્યા નહીં પણ કાશ્મીર પર પણ ફિલ્મ તૈયાર કરીશ. આપણા દેશવાસીઓને જાગૃત કરીશ. આ ક્રૂરતા અને દહેશતવાદ મારા સાથે થયો છે તે સારું છે. કારણ આનો અર્થ છે. 'જય હિંદ.. જય મહારાષ્ટ્ર.'
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33ccefv
No comments:
Post a Comment