થાણે પોલીસે ટ્રકમાંથી 3.25 કરોડ રૂપિયાની કિંમતનો ચરસનો જથ્થો જપ્ત કર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 9 September 2020

થાણે પોલીસે ટ્રકમાંથી 3.25 કરોડ રૂપિયાની કિંમતનો ચરસનો જથ્થો જપ્ત કર્યો


મુંબઈ તા. 9 સપ્ટેમ્બર, 2020, બુધવાર

થાણે પોલીસે સવા  ત્રણ કરોડ રૂપિયાની કિંમતના ચરસ સાથે ટ્રક ડ્રાઇવર અને કિલનરને ઝડપી લીધા હતા આરોપ  આ ચરસનો જથ્થો કયાંથી લાવ્યા હતા. અને વેચવાના હતા એની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મુંબઇ-નાશિક હાઇવે પરથી ખારેગાવ ટોલનાકા માર્રથી મુમ્બ્રા પરિસરમાં ટ્રકમાં ચરસનો જથ્થો લાવવામાં આવશે એવી માહિતી પોલીસને મળી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને પકડવા ખારેગાવ ટોલનાકા પાસે  છટકુ ગોઠવવામાં આવ્યું હતે. પછી પોલીસે ટ્રકને પકડીને તપાસ કરી હતી. ત્યારે ટ્રકમાંથી ૩,૨૬,૦૭,૦૦૦  રૃપિયાની ચરસનો જથ્થો મળ્યો હતો. પોલીસે ચરસ અને ટ્રક સહિત અંદાજે ત્રણ કરોડ ૫૧ લાખ રૃપિયાની કિંમતની માલમતા જપ્ત કરી હતી.

આ કાર્યવાહી બાદ કલવા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fid16C

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages