સુશાંતસિંહ રાજપૂતનું મોત : આપઘાત કે હત્યા? - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 4 September 2020

સુશાંતસિંહ રાજપૂતનું મોત : આપઘાત કે હત્યા?


- સુશાંત કોઈ એવોર્ડ સમારંભમાં જતો નહોતો એને કોઈ એવોર્ડ પણ મળ્યો નહોતો, આ નિષ્ફળતાની ગ્રંથિ એમને સતાવતી હતી. છતાં એ કહેતા કે હું આપઘાત નહીં જ કરુ

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારે દિવસોથી ચકચાર જગાવી છે. સુશાંતસિંહ પોતે ગંભીર પ્રકૃત્તિનો હતો એની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી આપઘાત પછી એકાએક ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. એણે મોઢું ખોલ્યું જ નહોતું. આખરે હવે એ બહાર આવી છે અને ટેલિવિઝન ઉપર ઈન્ટરવ્યુ આપ્યો છે જેમાં રાબેતા મુજબ પોતાના ઉપરનો બધા આરોપોનો ઈન્કાર કર્યો છે અને કહ્યું છે કે મને તદ્ન ખોટી રીતે બદનામ કરવામાં આવી છે. તેણે એમ પણ કહ્યું છે કે હું સુશાંતના પૈસા ઉપર જીવતી નહોતી. હું સુશાંતને પ્રેમ કરતી હતી અને પ્રેમ કરવો એ કોઈ મોટો ગુનો નથી. જો ગુનો હોય તો આ કેસમાં સંડોવાયેલા બધાની ધરપકડ કરવી જોઈએ.

જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ આ કેસમાં નવા નવા ફણગા ફુટતા જાય છે. ઘણા મોટા માથાઓના નામ પણ ખૂલ્યા છે. રાજદિપ સરદેસાઈએ ટી.વી. ઈન્ટરવ્યુ લીધો હતો. એમાં ઉંડાણપૂર્વક બધા મુદ્દા આવરી લીધા હતાં. જો કે રિયાબેને ચાલાકીથી અમુક પ્રશ્નોના જવાબ ટાળી દીધા હતાં. દા.ત. સુશાંત અને રિયાનું સંયુક્ત બેંક ખાતું હતું એમાંથી એકાએક ૧૫ કરોડ રૂપિયાં કેવી રીતે ઉપડી ગયા? રિયાએ સામો પ્રશ્ન કર્યો કે હું તમને પૂછું છું કે એ પૈસા કયાં ગયા? સાચી વાત એ છે કે પૈસા ઉપડયા એ હકીકત છે અને બેંકમાં જવાથી કે કાગળો તપાસવાથી બધા ખુલાસા મળી શકે સુશાંતના પિતાએ કરેલી ફરીયાદમાં આ મુદ્દો મુખ્ય છે એણે ચોક્ખુ કહ્યું છે કે, રિયાએ જ સુશાંતની હત્યા કરાવી છે અને રિયાએ જ એના ખાતામાંથી એક સાથે ૧૫ કરોડ જેટલી મોટી રકમ ઉપાડી લીધી છે.

આરોપ એવો પણ છે કે રિયા પોતે સુશાંતની ઓફિસનો વહીવટ ચલાવતી હતી. એક સાથે ઘણા કર્મચારીઓને એણે છૂટા કરી દીધા હતાં આમ શંકાના વમળ એવા ઘેરાયા છે કે રિયાની એમાંથી બહાર આવવામાં ધોળે દિવસે તારા દેખાય છે. અત્યાર સુધી એ ચૂપ કેમ રહી એ પ્રશ્નનો એની પાસે કોઈ સ્પષ્ટ જવાબ હતો જ નહીં, ગોળ ગોળ જવાબ હતા, એણે કર્મચારીઓને છુટા કેમ કર્યા એ પ્રશ્નનો પણ એની પાસે જવાબ નહોતો. એક જ રટણ કરતી હતી કે સુશાંત મને કેટલાક દિવસતી દબાવીને કહેતો હતો કે હવે તું અહીંથી જતી રહે, સાથે સાથે એમ પણ કહેતી હું જતી રહી એ કદાચ મારી ભૂલ હતી એના અવસાનના સમાચાર સાંભળીને તરત જ એ કેમ ન ગઈ એ સવાલના જવાબમાં એણે એમ કહ્યું કે બે મિત્રોએ મને સલાહ આપેલી કે મારે જવું ન જોઈ, એમ મિત્રો કોણ એના નામ નહોતા આપ્યા. ઉપરાંત માની લઈએ કે  બે મિત્રોએ ન જવાની સલાહ આપી હોય તો પણ સુશાંતને એ ખરેખર બેહદ પ્રેમ કરતી હોય તો એણે જવું જ જોઈેએ. ઉપરથી સ્મશાન ઘાટમાં એ ગઈ સુશાંતના પગને સ્પર્શ કર્યો અને થેંક્યું કહ્યું આ બધું કોઈ વાર્તા જેવું લાગે છે રિયા એમ કહે છે. કે સુશાંતને ડ્રગ્સ લેવાની ટેવ હતી પણ પોતાને નહોતી સમાચાર એવા છે કે એ પોતે પણ ડ્રગ્સ લેતી અને જો માત્ર સુશાંત ડ્રગ્સ લેતો હોય તો રિયાએ ટેવ બંધ કેમ ન કરાવી?  ઉપરાંત અહેવાલ એવા છે કે એ એવો ઓર્ડર કરતી કે ચામાં આટલા આટલા ડ્રગ્સ ભેળવી દો અને પછી એ પાઈ દયો.

આ કેસમાં જે કેટલાક મોટા માથાંના નામ બહાર આવ્યા છ્ે. એમાં એક નામ મહેશ ભટ્ટનું પણ નામ છે. શ્રી મહેશ ભટ્ટ હવે ખૂબ વિવાદાસ્પદ બની ગયા છે. અવારનવાર એ વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યાં છે. સુશાંતના ઘરેથી ૮મી જુને રિયા નીકળી ગઈ હતી આ પગલાં પાછળ મહેશ ભટ્ટનો દોરી સંચાર છે એવી ચર્ચા થઈ રહી છે. એક તબક્કે પૂજા ભટ્ટ વિશે મહેશે એવું કહ્યું હતું કે જો પૂજા મારી દીકરી ન હોત તો હું તેની સાથે લગ્ન કરત પોતાના લગભગ દરેક પ્રેમ પ્રકરણ વિશે અંગ્રેજી મેગેઝીનોને બેબાક મુલાકાત મહેશભાઈ આપે છે. એમની ફિલ્મો 'અર્થ' અને 'આશિકી' એમના જીવન ઉપર બનેલી હતી. ઉપરાંત 'જખ્મ' અને 'જનમ' પણ એમના જીવન ઉપર આધારિત છે. અત્યારે સુશાંતનું પ્રકરણ ખૂબ ચર્ચામાં છે એટલે મહેશ ભટ્ટને ધૂમ નેગેટીવ પબ્લિસીટી મળી રહી છે. જીયા ભટ્ટ સાથે પણ મહેશ ભટ્ટ સંકળાયેલા હતાં. ફિલ્મકાર નાનાભાઈ ભટ્ટ અને સીરીન મહમદઅલીના લગ્ન બાહ્ય સંબંધોમાંથી પોતાનો જન્મ થયો છે અને આ રીતે પોતે બાસ્ટર્ડ હોવાનું એમણે પોતે કહ્યું છે. રાજ ખોસલાના સહાયક તરીકે એમણે પ્રવેશ કર્યો અને લોરેન બ્રાઈટ નામની અનાથ છોકરી સાથે લગ્ન કર્યા બાદ ૨૧ વરસની વયે પિતા બન્યો અને ધર્મ કે વ્યક્તિની ઓળખમાં ન માનનારા હોવા છતાં સોની રાજદાન સાથે ઈસ્લામ ધર્મ અંગીકાર કરી મહેશ ભટ્ટમાંથી અશરફ ભટ્ટ બન્યા પરવીન બાબી સાથે લગ્ન બાહ્ય સંબંધ ધરાવતા હતાં અને કિરણને છૂટાછેડા આપ્યા વિના વધુ એક વખત ધર્મ પરિવર્તન કર્યું કિરણ - મહેશ - પરવીનના ત્રિકોણની વાત ફિલ્મ 'ર્અર્થ' માં લીધી હજી પણ તેઓ પરવીન બાબીને યાદ કરતા રહે છે. એમને લગ્ન સંસ્થા ઉપર બિલકુલ વિશ્વાસ નથી ટૂંકમાં રિયા નવીનતમ પ્રેમિકા હોય એવી પાકી શંકા છે. એટલું જ નહીં પણ આમાં કરણ જોહરનું પણ નામ સંકળાય છે.

સુશાંત કોઈ એવોર્ડ સમારંભમાં જતો નહોતો એને કોઈ એવોર્ડ પણ મળ્યો નહોતો, આ નિષ્ફળતાની ગ્રંથિ એમને સતાવતી હતી. છતાં એ કહેતા કે હું આપઘાત નહીં જ કરુ. છેલ્લે રિયાના કહેવા મુજબ સુશાંત ફિલ્મોને છોડીને કયાંક દૂર પહાડી વિસ્તારમાં જતો રહેવા માંગતો હતો એની તૈયારી પણ થઈ ગઈ હતી. સલમાનખાન અને બીજા અનેક મોટા માથાંઓના નામ પણ સાંભળવા મળે છે. 'ધોની' નામની ફિલ્મમાં સુશાંત ચમકયો હતો. અને સારો અભિનય કર્યો હતો. એ એકાંતમાં સુશાંત રિયા સામે સતત પોતાના મનની નિરાશા વ્યક્ત કરતો રહેતો આ અર્થમાં એની હાલત ગુરૂદત્તના 'પ્યાસા' જેવી હતી પણ એક વાત નક્કી કે રિયાએ પણ ડુપ્લીકેટ ચાવી બનાવીને રજુ કરી હતી. 

સુશાંતની સાથે રહેતા સિધ્ધાર્થ પીઠાની, સુરજીત રાઠોડ, સંદીપસિંહ, ગૌરવ આર્ય, રજત મેવાતી, સંદીપ શ્રીધર, નિરજસિંહ, કેશવ અને દિપેશ સાવંત આ બદાની પુછપરછ થઈ રહી છે. રિયાની વાતચીતમાંથી આ બધા લોકો સાથે ડ્રગ્સનો સોદો થયો હોય એવું લાગે છે. 

છેલ્લા સમાચાર મુજબ સી.બી.આઈ.એ. પહેલીવાર સુશાંતની પ્રેમિકા રિયાની પૂછપરછ હાથ ધરી છે. એન.સી.બી.એ. રિયા સામે ડ્રગ્સનો કેસ દાખલ કરેલો છે. એન.સી.બી. અત્યારે એની ધરપકડ કરે તો સી.બી.આઈ.ને તપાસમાં અડચણ આવે એવી શક્યતા જોતાં એણે પૂછપરછ પહેલા કરી લીધી કલાકો સુધી ચાલેલી પૂછપરછમાં રિયા અચકાઈ ગઈ હતી. સુશાંતની સાથેની પહેલી મુલાકાત કયાં થઈ ત્યાંથી માંડીને કયાં કયાં સાથે ફર્યા અને કેવી રીતે કહેતા હતા એ વિશે પ્રશ્નો પૂછયા હતાં. રિયાએ અમુક સવાલોના જવાબ સ્વસ્થચિત્તે આપ્યા પણ ઉલટ તપાસ થઈ ત્યારે તે મુંઝવણમાં મૂકાઈ ગઈ હતી. સી.બી.આઈ.એ. સવાલોની યાદી તૈયાર કરી રાખેલી હતી અને એના આધારે જ પ્રશ્નો પૂછાયા હતાં. રિયાના જવાબમાં એવું ફલિત થયું કે એણે સુશાંતના પૈસા કેવી રીતે ઉપાડયા અને ખર્ચ કર્યા એ ખાતામાંથી ૪૮ લાખ રૂપિયા ક્વાન ટેલેન્ટ કંપનીના ખાતામાં ટ્રાન્સફર થયા હતાં. એ ખાતામાંથી ૨૬ લાખ રૂપિયા રિયાના ખાતામાં તબદીલ થયેલા. પૂજાપાઠના નામે ૪ લાખ જેટલો ખર્ચ થયેલો. યુરોપના પ્રવાસ માટે થોમસ કૂકને ૫૯ લાખ રૂપિયા ચુકવ્યા, પ્રવાસમાં રિયા સાથે એનો ભાઈ સૌવિક હતા. વોટર સ્ટોર રિસોર્ટમાં ૨ મેથી ૨૬ નવેમ્બર સુધી રોકાવાના ૩૪ લાખ રૂપિયા ઉપાડયા રિયા પોતાના અને પોતાના કુટુંબના નામે મોટા મોટા ખર્ચ માટે પણ સુશાંતના ખાતાનો ઉપયોગ કરતી, પોતાના જૂતાં લેવાથી માંડીને ભાઈની ફીના પૈસા પણ એમાંથી ચૂકવાયા.

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સુશાંતના પરિવારને દિલાસો આપવા પહોંચ્યા હતાં. એમણે કહ્યું હતુ ંકે, મારું માનવું છે કે સુશાંતનું મોત એ આપઘાત નહીં પણ હત્યા હતી. કેન્દ્રીય મંત્રી આવું સ્ફોટક નિવેદન કરે એ ચોક્કસ નોંધપાત્ર બિના ગણાય. સુશાંતના પિતા, બહેનો અને દોસ્તો પણ બોલે છે. મહારાષ્ટ્ર સરકાર અને બિહાર સરકાર સામસામે આવી ગયા સુશાંત અભિનેતા હતો એટલે એના મોતના કારણમાં આખા દેશને રસ છે પણ અત્યાર સુધીના પ્રવાહો જોતા લાગે છે કે મિડીયા આમાં તથ્યોને મરોડી રહ્યું છે.

ફિલ્મ ઉદ્યોગ એ પૈસા અને પ્રસિધ્ધનો ઉદ્યોગ છે. અહીં રહેવું અને પ્રસિધ્ધ થવું એ એક જાતની કમાણી છે.




from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35an0We

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages