નીટની પરીક્ષાને લઇ વ્યવસ્થા જાળવવા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 10 September 2020

નીટની પરીક્ષાને લઇ વ્યવસ્થા જાળવવા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા


ભાવનગર, તા. 10 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા નીટ-૨૦૨૦ની લેખીત પરીક્ષા ભાવનગર જિલ્લામાં આગામી તા.૧૩/૦૯ના રોજ લેખિત પરીક્ષા યોજાનાર છે. જેના અનુસંધાને સુરક્ષા  હેતુ જિલ્લા મેજિસ્ટ્રેટે કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.

ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી શ્રી ઉમેશ વ્યાસ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. 


પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનર મશીનના ઉપયોગ પર તેમજ પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રીજયામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર તથા ૨૦૦ મીટરની ત્રીજયામાં ૪ કે તેથી વધુ માણસોના એકઠા થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર અને તેના ઉપયોગ પર તથા પરિક્ષા કેન્દ્રમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. પરીક્ષા કેન્દ્રોમા કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા બહાર પાડવામા આવેલ સુચનાઓનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.



from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bNAOHK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages