બોટાદમાં સ્પોર્ટસ એડવાઈઝરી સેન્ટર કાર્યરત કરાઈ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 10 September 2020

બોટાદમાં સ્પોર્ટસ એડવાઈઝરી સેન્ટર કાર્યરત કરાઈ


બોટાદ,તા. 10 સપ્ટેમ્બર 2020, ગુરુવાર

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ અડવાઈઝરી સેન્ટર યોજના સમગ્ર રાજયમાં જીલ્લાના મુખ્ય મથકે જીલ્લા રમતગમત કચેરી ખાતે એક સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઈઝરી સેન્ટર તા.૯.૯ થી બોટાદ જિલ્લા ખાતે જિલ્લા રમત ગમત કચેરી, ખસ રોડ, જિલ્લા સેવા સદન ખાતે આ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.

જિલ્લાના રાજય, રાષ્ટ્ર તથા આંતર રાષ્ટ્રીય કક્ષાએ પદક વિજેતા ખેલાડીઓની યાદી તૈયાર કરાઈ છે અને આ યાદીમાં સામેલ ખેલાડીઓના નામ, જન્મતારીખ, આધારકાર્ડ,નંબર, સરનામું, મોબાઈલ નંબર, ઈ-મેઈલ એડ્રેસ, તેમને મળેલ પદકની વિગત (કયા વર્ષમાં, કઈ સ્પર્ધામાં, કયું પદક) વગેરે તેમજ ૧૮ થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતા રમતવીરો કે જેઓને નોકરી નથી અને નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તે લોકોને આ સેન્ટર નોકરી મેળવવા માટે માર્ગદર્શન આપીં અને મદદરૂપ થશે.આ યોજનામાં જે ખેલાડીઓ લાભ લેવા માંગતા હોય તેઓએ પોતાની સંપૂર્ણ માહિતી સાથે તા.૧૪.૯ પહેલા અરજી રૂબરૂ કચેરી ખાતે જમા કરાવવા જણાવાયું છે.



from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33lEcFX

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages