
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 4 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર
કોરોનાને કારણે દેશના આૃર્થતંત્રને થયેલા મોટા નુકસાનને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે તમામ વિભાગોમાં નવા પદોની ભરતી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
નાણા મંત્રાલય ખર્ચ વિભાગ દ્વારા જારી કરાયેલા નિર્દેશ અનુસાર આ પ્રતિબંધ તમામ મંત્રાલયો, વિભાગો, તેની સાથે જોડાયેલા કાર્યાલયો, બંધારણીય સંસૃથાએો અને સ્વાયત્ત સંસૃથાઓનો સમાવેશ થાય છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રતિબંધ હેઠળ એવી તમામ સંસૃથાઓ આવશે જેમની પાસે ખાલી જગ્યા ભરવાની સત્તા છે.
જો કોઇ સંસૃથાએ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગની મંજૂરી વગર ચાલુ વર્ષે એક જુલાઇ પછી કોઇ પદ પર ભરતી કરવાની જાહેરાત કરી છે અને તેને અત્યાર સુધી ભરવામાં આવી નથી તો તે પદને હવે ભરી શકાશે નહીં. જો ખાલી જગ્યા ભરનાર વિભાગ એમ માને છે કે તે પદને ભરવા ખૂબજ જરૂરી છે તો તેને નાણા મંત્રાલયનૈા ખર્ચ વિભાગની મંજૂરી લેવી પડશે.
ઉલ્લેખનીય છે કે નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે બીજા અન્ય ખર્ચાઓ ઉપર પર કાપ મૂકવાની જાહેરાત કરી છે. કોઇ પણ સૃથાપના દિવસની ઉજવણી પાછળ થતાં ખર્ચને હવે મંજૂરી આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા નાણા વિભાગે સરકારના મંત્રાલયો, વિભાગો, પીએસયુ અને પબ્લિક સેક્ટરની બેંકો કેલેન્ડર, ડાયરી અને ગ્રિટિંગ કાર્ડ્સનું ફિઝિકલ પ્રિન્ટિંગ નહીં કરવા જણાવ્યું હતું.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારત સરકારે વોલ કેલેન્ડર, ડેસ્કટોપ કેલેન્ડર, ડાયરી, ફેસ્ટિવલ ગ્રિટિંગ કાર્ડ અને તેના જેવી કોઇ પણ વસ્તુનું આગામી વર્ષથી પ્રિન્ટિંગ નહીં કરવાનો નિર્ણય લીધો હોવાથી સરકારના મંત્રાલયો, વિભાગો, પીએસયુ, પીએસબી અને સરકારના અન્ય અંગો આવી કોઇ પણ વસ્તુનું પ્રિન્ટિંગ કરશે નહીં. તમામ સરકારી વિભાગો અને કાર્યાલયોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે આવી વસ્તુઓ માટે ડિજિટલ અને ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે.
રાહુલ ગાંધી અને પ્રિયંકાનો કેન્દ્ર પર હલ્લાબોલ
12 કરોડ નોકરી ગાયબ, દેશની સુરક્ષા ગાયબ, પ્રશ્ન પૂછો તો જવાબ ગાયબ
ખાનગી ક્ષેત્રમાં છટણી, સરકારી નોકરીમાં ભરતી પર તાળાથી યુવાનોનું ભાવી બરબાદ : પ્રિયંકા
નવીદિલ્હી, તા. 4 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્વીટ કરીને જણાવ્યું છે કે દેશમાં 12 કરોડ નોકરીઓ ગાયબ થઇ ગઇ છે. દેશની ખુશાલી અને સુરક્ષા અદ્રશ્ય થઇ ગયા છે, પરંતુ એ વિષે કોઇ સવાલ કરો તો સત્તાવાળાઓ દ્વારા જવાબ અપાતો નથી.
ગાંધીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર હલ્લો કરીને અનુરોધ કર્યો કે સરકાર યુવાનોની સમસ્યાઓ ઉકેલે, રોજગાર બહાલી અને પરીક્ષાઓનું પરિણામ જાહેર કરે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે ગામડાઓમાં કામ નથી, ઓગસ્ટમાં દેશમાં બેકારોની સંખ્યા વધી ગઇ છે.
રોજગાર, બહાલી, પરીક્ષાના પરિણામ આપો. દેશના યુવાનોના પ્રશ્નોના ઉકેલ આપો. કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડેરાએ મોદી સરકાર પર નિશાન સાધતા ટ્વીટ કર્યું કે 2017- એસએસસી, સીજીએલ (સંયુક્ત સ્નાતક સ્તર)ની ભરતીમાં હજી સુધી નિમણૂક થઇ નથી. 2020-એસએસસી સીજીએલની ભરતી નીકળી જ નથી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EY50DK
No comments:
Post a Comment