ભવિષ્ય : તા. 6-9-2020 રવિવારથી તા. 12-9-2020 શનિવાર સુધી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 4 September 2020

ભવિષ્ય : તા. 6-9-2020 રવિવારથી તા. 12-9-2020 શનિવાર સુધી


મેષ (અ. લ. ઈ.)

મંગળ વક્રી અને ગુરૂ માર્ગી થવાથી તમારા નોકરી- ધંધાના કામમાં આરોહ- અવરોહની પરિસ્થિતિ રહે. આવકના પ્રશ્ને, કામના પ્રશ્ને ચિંતા- મુંઝવણ વિચારોમાં રહ્યા કરો. હૃદય-મનની આંતરિક વ્યથા છતાં આપે હસતા મોઢે રહેવું પડે. પુત્ર- પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે, પત્ની- સંતાનના સહયોગથી કામ ઉકેલાય. સીઝનલ ધંધામાં બજારોની વધઘટમાં અસર વર્તાય. તા. ૬ સપ્ટે. રવિ- ચોથના શ્રાદ્ધે વધારાનો ખર્ચ થાય, તા. ૭ સોમ- નોકરી- ધંધાના બેંકના કામમાં ચિંતા- મુશ્કેલી, ૮ મંગળ- છઠ્ઠના શ્રાદ્ધે બપોર પછી હળવાશ રહે, ૯ બુધ- વિલંબમાં પડેલ કામ ઉકેલવા પડે, ૧૦ ગુરૂ- કામકાજમાં સાનુકૂળતા પ્રગતિથી રાહત, ૧૧ શુક્ર- અવિધવા નોમે પારિવારિક પ્રશ્નમાં ચિંતા, ૧૨ શનિ- પારિવારિક કામ, પત્ની- સંતાનનું કામ થાય.

વૃષભ (બ. વ. ઉ.)

બેંકના કામમાં, નાણાંની લેવડદેવડના વ્યવહારમાં તેમજ પૈસા- પાકીટ- મોબાઇલનો ઉપયોગ કરતાં સાવધાની જાગૃતિ રાખવી, મકાન- જમીનના ધંધામાં, બાંધકામના ધંધામાં, ધાતુના વેપારમાં નુકસાન- બગાડ, વિવાદથી સરકારી- કાનુની પ્રશ્નથી ચિંતા- મુશ્કેલી પડે. શ્રાદ્ધ પક્ષની સમાપ્તિ પછી આપના જૂના તેમજ નવા કામમાં વ્યસ્તતાની શરૂઆત થાય, આવક થાય, તા. ૬ સપ્ટે. રવિ- ચિંતા- ખર્ચ વિવાદથી બેચેની રહે, તા. ૭ સોમ- નોકરી- ધંધાના તેમજ બેંકના કામમાં સંભાળવું, ૮ મંગળ- બપોર પછી હળવાશ રાહત થતી જણાય, ૯ બુધ- ઉશ્કેરાટ- ગુસ્સો કરવો નહીં, શાંતિથી કામ કરવું, ૧૦ ગુરૂ- નોકરી- ધંધાના કામમાં વ્યસ્તતા રહે, ૧૧ શુક્ર- કૌટુંબિક પારિવારિક કામમાં વ્યસ્તતા રહે, ૧૨ શનિ- ચિંતા- વ્યથામાં રાહત અનુભવો.

મિથુન (ક. છ. ઘ.)

માનસિક પરિતાપ ચિંતા- વિચારોની દ્વિધા રહે, તેમ છતાં તમારા કામ તેમજ પરિવારના કામ ઉકેલવા પડે. નોકરી- ધંધાના કામમાં વ્યસ્તતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલી શકો, આવક આવવાથી રાહત રહે, મંગળ વક્રી થાય છે, ગુરૂ માર્ગી થાય છે તેથી સાંસારિક પ્રશ્નમાં, વિવાહ લગ્નના પ્રશ્નમાં, પત્નીના આરોગ્યની બાબતમાં, કામની બાબતમાં ચિંતા રહે, ભાગીદારીવાળા ધંધામાં, સીઝનલ કામકાજમાં ગમે નહિ, ધંધો કરવામાં તકલીફ પડે. તા. ૬ સપ્ટે. રવિ- પુત્ર- પૌત્રાદિક- પરિવારનું કામ થાય, ૭ સોમ- નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા આવક થાય, ૮ મંગળ- કામમાં વ્યસ્તતા પણ ચિંતા- શ્રમ- થાક, ૯ બુધ- શરીર મનનું સમતોલન જાળવવું, ૧૦ ગુરૂ- સીઝનલ કામમાં ચિંતા- મુશ્કેલી અનુભવાય, ૧૧ શુક્ર- વિચારોની સ્થિરતા એકાગ્રતા જાળવવી પડે, ૧૨ શનિ- સાંસારિક પ્રશ્નમાં, સગા- સંબંધી મિત્રવર્ગના પ્રશ્નમાં ચિંતા રહે.

કર્ક (ડ. હ.)

ભાદરવા વદ ચોથથી વદ દસમ સુધીના શ્રાદ્ધ પક્ષનો સમય નોકરી- ધંધાના કામમાં, બેંકના કામમાં, વ્યસ્તતાવાળો રહે. પરિવારના કામ ઉકેલવામાં, પત્ની સંતાનના કામમાં સાનુકૂળતા રહે, પરંતુ તા. ૨૩ સપ્ટેમ્બર સુધી બેંક દેવાની પરિસ્થિતિમાં, અન્ય નાણાંકીય લેવડદેવડના વ્યવહારમાં, ઉઘરાણીમાં આપને તકલીફ પડે, આરોગ્ય સાચવીને જરૂરી કામ કરવા. બજારોની વધઘટમાં ધાતુના ધંધામાં સંભાળવું. તા. ૬ સપ્ટે. રવિ- પરિવારના કામની વ્યસ્તતા રહે, ૭ સોમ- નોકરી- ધંધાનું- બેંકનું કામકાજ થાય, ૮ મંગળ- પુત્ર- પૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું પડે, ૯ બુધ- વિલંબમાં પડેલ કામ ઉકેલાતા રાહત, ૧૦ ગુરૂ- કામકાજમાં સાનુકૂળતા- પ્રગતિથી આનંદ, ૧૧ શુક્ર- નોમના શ્રાદ્ધે ચિંતા- ખર્ચ ઉપાધિ, ૧૨ શનિ- દસમના શ્રાદ્ધે શાંતિ સ્વસ્થતા જણાય.

સિંહ (મ. ટ.)

શ્રાદ્ધ પક્ષ છતાં તમારા નોકરી- ધંધાના કામ આવકવાળા રહે. જૂના- નવા કામ અંગે ચર્ચા- વિચારણા મિલન- મુલાકાત થાય. સગા- સંબંધી- મિત્રવર્ગના ઘર- પરિવારના કામની વ્યસ્તતા રહેવાથી. શ્રમ- થાક- કંટાળો- અસ્વસ્થતા અનુભવો. પુત્ર- પૌત્રાદિકના કામની ચિંતા રહે, વધારાનો ખર્ચ કરવો પડે તે સિવાય સીઝનલ કામ મળવાથી, આવકમાં સાનુકૂળતા થતી જાય. તા. ૬ સપ્ટે. રવિ ચોથના શ્રાદ્ધે હળવાશ- રાહત રહે. ૭ સોમ- બહારના કે બહારગામના પરદેશના કામ થાય, ૮ મંગળ- નોકરી- ધંધાના કામમાં ધ્યાન આપવું પડે, ૯ બુધ- વિલંબમાં પડેલા કામ ઉકેલવાની ચિંતા રહે, ૧૦ ગુરૂ- સગા- સંબંધી મિત્રવર્ગના સંબંધમાં ચિંતા રહે, ૧૧ શુક્ર- વાણીમાં મીઠાશ, વ્યવહારમાં નમ્રતા રાખવી, ૧૨ શનિ- દસમના શ્રાદ્ધે ધીરજ- શાંતિ- સ્વસ્થતા જાળવવી.

કન્યા (પ. ઠ. ણ.)

શ્રાદ્ધ પક્ષના સમયમાં આપે આપના આરોગ્યની કાળજી રાખવી શારીરિક દર્દપીડાના કારણે નોકરી- ધંધાના કે અન્ય કામ સમયસર થાય નહીં. નોકરી- ધંધાના કામની, પુત્ર- પૌત્રાદિકના કામની ચિંતા રહે, નાણાંકીય ખેંચ- મુઝવણમાં આકસ્મિક વધારાનો ખર્ચ આવી જાય. બંધન, પરાવલંબનની પરિસ્થિતિ- સંજોગોથી અકળામણ મુશ્કેલી અનુભવો. ભાગીદારીવાળા ધંધામાં તકલીફ થાય. તા. ૬ સપ્ટે. રવિ- શાંતિ સ્વસ્થતા જાળવવી, વિવાદ કરવો નહીં, ૭ સોમ- તન- મન- ધનથી વાહનથી સંભાળવું પડે, ૮ મંગળ- શારીરિક- માનસિક કષ્ટ-પીડા- બેચેની રહે, ૯ બુધ- નોકરી- ધંધાના કામ, બેંકના કામ કરી શકો, ૧૦ ગુરૂ- વિલંબમાં પડેલ કામ ઉકેલાતા રાહત નથી, ૧૧ શુક્ર- સગા- સંબંધી મિત્રવર્ગના કારણે ચિંતા- ઉચાટ, ૧૨ શનિ- હૃદય-મનને શાંતિ રહે નહીં ઉચાટમાં રહો.

તુલા (ર. ત.)

શ્રાદ્ધ પક્ષ દરમ્યાન બહાર હરવા ફરવામાં તેમજ ખાવાપીવામાં આપે ધ્યાન રાખવું પડે. સપ્ટેમ્બર મહિનો જેમ જેમ પસાર થાય તેમ તેમ આરોગ્યની કષ્ટ-પીડાના કારણે નોકરી- ધંધાના કામમાં, નાણાંકીય વ્યવહારમાં આપને તકલીફ પડે. જેમની સાથે સારા સંબંધ હોય તેમની સાથે વિવાદ થઈ જાય કે મનદુઃખ થવાથી મુશ્કેલી અનુભવો. બહારગામના કામમાં, પરદેશના કામમાં નાણાંનો વ્યય થાય, તા. ૬ સપ્ટે. રવિ- ચોથના શ્રાદ્ધ પરિવારના કામની વ્યસ્તતા, ૭ સોમ- પત્ની- સંતાનનું નોકરી- ધંધાનું, બેંકનું કામ ઉકેલાય, ૮ મંગળ- વિલંબમાં પડેલ કામ ઉકેલવામાં તકલીફ પડે, ૯ બુધ- શારીરિક- કષ્ટપીડા- ઈજાથી- બીમારીથી તકલીફ, ૧૦ ગુરૂ- આકસ્મિક ઉપાધિ- અશાંતિ વિવાદથી ઉદ્વેગ, ૧૧ શુક્ર- રસ્તામાં આવતા જતા- વાહન ચલાવતા સાચવવું, ૧૨ શનિ- સમયસર પોતાની ગણત્રી પ્રમાણે કામ થાય નહીં.

વૃશ્ચિક (ન. ય.)

સપ્ટેમ્બર મહિનાના શ્રાદ્ધ પક્ષના દિવસ આપે શાંતિ- સ્વસ્થતા- ધીરજ રાખીને પસાર કરવા, બીમારી હોય કે બીમારી ન હોય પરંતુ આપે આરોગ્યની સુખાકારીની લાપરવાહી- બેદરકારી રાખવી નહીં નોકરી- ધંધાના હિસાબી કામમાં આપે એકાગ્રતા સાવધાની રાખવી. કામકાજ દરમ્યાન કોઈની વાતોમાં બેધ્યાન થઈ જવાથી નુકસાન સહન કરવું પડે. ભૂલ થઈ જાય. તા. ૬ સપ્ટે. રવિ- ચોથના શ્રાદ્ધે કામની વ્યસ્તતા રહે, તા. ૭ સોમ- નોકરી- ધંધાના બેંકના કામ થઈ શકે, ૮ મંગળ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, હળવાશ રાહત રહે, ૯ બુધ- સંબંધ- વ્યવહાર તાજા થાય, હળવાશ રહે, ૧૦ ગુરૂ- નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે, ૧૧ શુક્ર- નોમના શ્રાદ્ધે આરોગ્યની કાળજી રાખવી, ૧૨ શનિ- આકસ્મિક ચિંતા ઉપાધિથી અશાંતિ.

ધન (ભ. ધ. ફ. ઢ.)

પેટમાં ગરબડ, દર્દપીડાથી તમારા રોજીંદા કામમાં રૂકાવટ- મુશ્કેલી અનુભવો, પત્નીના આરોગ્યની અસ્વસ્થતા કે એકબીજાના વિચારોના વિરોધાભાસમાં આપ ચિંતિત રહો, જાહેર સંસ્થાકીય કામમાં ચર્ચા- વિવાદથી દૂર રહેવું હિતાવહ રહેશે. મકાન- જમીન- વાહન- મિલ્કતના કામમાં જોખમી ઉતાવળિયા નિર્ણય કરવા નહીં, કોઈની વાતોથી પ્રભાવિત થઈ જવું નહીં. તા. ૬ સપ્ટે. રવિ- ચોથના શ્રાદ્ધે સંતાનના કામ થાય, ૭ સોમ- નોકરી- ધંધાના બેંકના કામ ઉકેલાય, ૮ મંગળ- વધારાના કામમાં જોખમી કામ કરવા નહીં, ૯ બુધ- વિલંબમાં પડેલ કામ ઉકેલાતા રાહત રહે, ૧૦ ગુરૂ- નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે, ૧૧ શુક્ર- જાહેર સંસ્થાકીય કામમાં ચિંતા- મુશ્કેલી, ૧૨ શનિ- સાંસારિક પારિવારિક પ્રશ્ને ગુસ્સો આવી જાય.

મકર (ખ. જ.)

આપ હરો ફરો કામકાજ કરો પરંતુ હૃદય-મનની આંતરિક મનોવ્યથાના કારણે આનંદ ઉત્સાહ જણાય નહીં. પારિવારિક પ્રશ્નમાં, પુત્ર- પૌત્રાદિકના પ્રશ્નમાં ચિંતા- મુંઝવણ- મુશ્કેલી અનુભવાય, નોકરી- ધંધાના કામની મુશ્કેલી, અનિયમિતતાના લીધે, નાણાંકીય ખેંચ- મુશ્કેલીના લીધે તમારા જીવનમાં આરોહ- અવરોહની પરિસ્થિતિ અનુભવી રહ્યા હોવ તેમ લાગ્યા કરે. તા. ૬ સપ્ટે. રવિ- પારિવારિક- ચિંતા- મતભેદ, ૭ સોમ- નોકરી- ધંધાના તેમજ બેંકોના કામમાં સંભાળવું, ૮ મંગળ- શાંતિ- સ્વસ્થતા એકાગ્રતા જાળવવી પડે, ૯ બુધ- પુત્ર- પૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું પડે, ૧૦ ગુરૂ- રોજીંદા કામમાં સાનુકૂળતા રાહત રહે, ૧૧ શુક્ર- નાણાંકીય વ્યવહારમાં સંભાળવું પડે, ૧૨ શનિ- શારીરિક- માનસિક સુસ્તી- ચિંતા- આળસ રહે.

કુંભ (ગ. શ. સ. ષ.)

શ્રાદ્ધ પક્ષ, સપ્ટેમ્બર મહિનો જેમ જેમ પસાર થતો જાય તેમ તેમ તમારા હૃદય-મનની વ્યાકુળતા વધતી જાય. નોકરી- ધંધાના તેમજ ઘર પરિવારના વાતાવરણમાં તમે એકલતા અનુભવતા હોવ તેમ લાગ્યા કરે. પરંતુ આપે આપના આરોગ્યની કાળજી રાખીને શાંતિ- સ્વસ્થતાથી પોતાની કામગીરી- જવાબદારી વાણીની મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખીને નિભાવવી, મકાન- જમીન, મિલ્કતના પ્રશ્નમાં લાપરવાહી રાખવી નહીં. તા. ૬ સપ્ટે. રવિ- - બહારના કામમાં, ઘરના કામમાં ચિંતા રહે, ૭ સોમ- નોકરી- ધંધાના કામ અંગે ચર્ચા વિચારણા થાય, ૮ મંગળ- જેમ જેમ દિવસ ઢળતો જાય તેમ તેમ ચિંતા, ૯ બુધ- પારિવારિક પ્રશ્ને મુંઝવણ- મુશ્કેલી અનુભવો, ૧૦ ગુરૂ- નોકરી- ધંધાના કામમાં વિવાદ કરવો નહીં, ૧૧ શુક્ર- વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખવા, ૧૨ શનિ- પુત્ર- પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા ઉચાટ રહે.

મીન (દ. ચ. ઝ. થ.)

શ્રાદ્ધ પક્ષ દરમ્યાન નોકરી- ધંધાના કામમાં ચિંતા- રૂકાવટ મુશ્કેલી રહે, પુત્ર- પૌત્રાદિકના પ્રશ્નમાં મુંઝવણ રહે, શ્રાદ્ધ પક્ષની સમાપ્તિ પછી જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ આપ હળવાશ રાહત અનુભવતા જાવ, નોકરી- ધંધાના રૂકાવટવાળા કામ ઉકેલાય, યશ- સફળતા મળે, પુત્ર- પૌત્રાદિકના કામ સાનુકૂળ સરળ થતા જવાથી ચિંતા- રાહત હળવી થાય. તા. ૬ સપ્ટે. રવિ પરિવારના કામની વ્યસ્તતા રહે, ૭ સોમ- નોકરી- ધંધાનું બેંકનું કામકાજ થઈ શકે, ૮ મંગળ- વિલંબના કામ અંગે ચર્ચા વિચારણા થાય, ૯ બુધ નાણાંકીય વ્યવહારમાં સંભાળવું પડે, ૧૦ ગુરૂ- નોકરી- ધંધાના કામમાં વ્યસ્તતા રહે, ૧૧ શુક્ર- સગા- સંબંધી- મિત્રવર્ગથી ઉચાટ રહે, ૧૨ શનિ- અન્યના કારણે પિતૃપક્ષના કારણે ચિંતા ખર્ચ.



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bxKR3h

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages