
મુંબઈ, તા. 9 સપ્ટેમ્બર, 2020, બુધવાર
મુંબઇ અને મહારાષ્ટ્રના હવામાનમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તોફાની પલટો આવ્યો છે. મુંબઇ, નવી મુંબઇ,થાણે,પાલઘર,રાયગઢ,ઔરંગાબાદ, સાતારા સહિત વિદર્ભનાંઅમુક સ્થળોએ પ્રચંડ મેઘગર્જના અને વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ સર્જાઇ રહ્યો છે.
હજી ગયા રવિવારે પાલઘર જિલ્લાના વાડા તાલુકાના એક ગામમાં વીજળી પડવાથી બે વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં જ્યારે ૬ વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગઇ હોવાની ઘટના બની હતી.
હવામાન ખાતાનાં સૂત્રોેએ એવી માહિતી આપી હતી કે હાલ અરબી સમુદ્રના અગ્નિ અને પૂર્વ-મધ્ય હિસ્સામાં હવાના હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે.સાથોસાથ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. સાથોસાથ અરબી સમુદ્ર પર અગ્નિ દિશાના પવનો પણ ફૂંકાઇ રહ્યા છે.આવાં બદલાયેલાં કુદરતી પરિબળોને કારણે હાલ મુંબઇ અને આજુબાજુનાં સ્થળો સહિત મહારાષ્ટ્રના જુદા જુદા હિસ્સામાં ભારે ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાઇ રહ્યો છે.
આજે મુંબઇનાં પૂર્વનાં પરાં ઘાટકોપર,મુલુંડ,નવી મુંબઇ વગેરેમાં મેઘગર્જના સાથે વીજળીના પ્રચંડ કડાકાભડાકાનો ૨બિહામણો માહોલ સર્જાયોહોવાના સમાચાર મળે છે.વીજળીના કાન ફાડી નાખે તેવા કડાકાને કારણે નવી મુંબઇના અમુક વિસ્તારામાં સાવચેતીરૃપે વીજળી પુરવઠો પણ બંધ કરી દેવાયો હોવાના સમાચાર મળે છે.
હવામાન ખાતાનાં સૂત્રોએએવો વરતારો પણ આપ્યો હતો કે આવતા ચારેક દિવસ સુધી રાયગઢ,રત્નાગિરિ,નાશિક,પુણે ,કોલ્હાપુર,સાતારા અને ઔરંગાબાદ વગેરેમાં ભારે ગાજવીજ સાથે ભારે વર્ષા થાય તેવાં પરિબળો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35kZ5U2
No comments:
Post a Comment