મોદીએ 21 રાજ્યોમા 20,050 કરોડની મત્સ્ય સંપદા યોજના લોન્ચ કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 10 September 2020

મોદીએ 21 રાજ્યોમા 20,050 કરોડની મત્સ્ય સંપદા યોજના લોન્ચ કરી


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 10 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર સહિત 21 રાજ્યોમાં 20,050 કરોડ રૂપિયાની પ્રધાન મંત્રી મત્સ્યસ સંપદા યોજના(પીએમએમએસવાય) લોન્ચ કરી છે. સરકારે દાવો કર્યો છે કે આ યોજનાથી માછીમારોની નિકાસ વધશે, રોજગારીની વધુ તકો સર્જાશે અને ખેડૂતોની આવક વધશે. 

વીડિયો કોન્ફરન્સની મદદથી વડાપ્રધાને ઇ-ગોપાલા નામની મોબાઇલ એપ પણ લોન્ચ કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાને બિહારમાં માછલીઓના ઉછેર, ડેરી, પશુપાલન અને ખેતીનો અભ્યાસ અને સંશોધન કરવા માટેના પણ વિવિધ પગલાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે બિહારમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી છે. 

મોદીએ જણાવ્યું હતું કે આ તમામ સ્કીમ પાછળનો હેતુ આપણા ગામોને સશક્ત બનાવવાનો છે અને 21મી સદીમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 21 રાજ્યોમાં પીએમએમએસવાય લોન્ચ કરવામાં આવી છે. આ યોજના હેઠળ આગામી ચારથી પાંચ વર્ષમાં 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.  મોદીએ જણાવ્યું હતું કે આ યોજના મત્સ્ય સેક્ટર માટનીે સ્વતંત્રતા પછીની સૌથી મોટી યોજના છે.

આ યોજના હેઠળ પટણા, પૂર્નિયા, સિતામરહી, માધેપુરા, કિશનગંજ અને સમસ્તિપુરમાં અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવશે. મિશન ક્લિન ગંગા અને મિશન ડોલ્ફિનથી પણ મત્સ્ય ઉદ્યોગને ફાયદો થશે. મત્સ્ય ઉદ્યોગ ઉપરાંત મોદી સરકાર ડેરી સેક્ટરને પણ પ્રોત્સાહન આપી રહી છે. 20,050 કરોડ રૂપિયાનું કુલ રોકાણ ધરાવતી આ યોજનાનો અમલ 2020-21થી 2024-25 દરમિયાન કરવામાં આવશે.

આ યોજનાનો હેતુ માછલીઓના ઉત્પાદનમાં 70 લાખ ટનનો વધારો કરવાનો છે અને માછલીઓની નિકાસની આવક વધારીને એક લાખ કરોડ રૂપિયા કરવાની છે. તેમણે પશુઓમાં પણ આઇવીએફ ટેકનોલોજીનો ઉપયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. સામાન્ય રીતે ગાય એક વર્ષમાં એક વાછરડાને જન્મ આપે છે. આઇવીએફ ટેકનોલોજીની મદદથી એક વર્ષમાં વધારે વાછરડાનો જન્મ આપી શકાશે. 

મોદી સરકારમાં ભારત વિશ્વમાં માસનું સૌથી મોટું નિકાસકાર બન્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં મત્સય ઉદ્યોગ વિકસાવવા યોજનાની જાહેરાત કરી છે. જોકે, મોદીએ વર્ષ 2012થી 2014માં અનેક વખત માંસની નિકાસ મુદ્દે કોંગ્રેસની યુપીએ સરકાર પર માછલાં ધોયા હતા અને માસની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.

2012માં મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે જન્માષ્ટમીના દિવસે એક બ્લોગમાં આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ ભારતના સાંસ્કૃતિક મૂલ્યોને બાજુ પર મુકીને દેશને વિશ્વનું સૌથી મોટું બીફ નિકાસકાર બનાવવા માગે છે.

2014માં પણ બિહારમાં એક ચૂંટણી રેલીમાં મોદીએ યુપીએ સરકાર પર માંસની નિકાસને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મૂક્યો હતો. પરંતુ 2014માં વડાપ્રધાન બન્યા પછી મોદી શાસનમાં જ ભારત વિશ્વમાં માસનું સૌથી મોટું નિકાસકાર બન્યું છે.

નરેન્દ્ર મોદીના સત્તા પર આવ્યા પછી વર્ષ 2014-15માં ભારતમાંથી 14,75,540 મેટ્રીક ટન બીફની નિકાસ થઈ હતી, જે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ હતી. 2017-18માં ભારત વાર્ષિક 4 અબજ યુએસ ડોલરની નિકાસ સાથે વિશ્વનું સૌથી મોટું બીફ નિકાસકાર બન્યું હતું. હવે મોદી માંછલીઓની નિકાસ વધારીને ભારતના 'સાંસ્કૃતિક મૂલ્યો'ને વધારશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FlV0Eq

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages