
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 10 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત ફરી શિવસેનાને લલકારી છે. જે વિચારધારા સાથે બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી છે. આજે તે સત્તા માટે તે વિચારધારાને વેચીને શિવસેના સોનિયા સેના બની ચૂકી છે. જે ગુંડાએ મારી ગેરહાજરીમાં મારૂં ઘર-ઓફિસ તોડયું છે તેને સિવિક બોડી કહેશો નહીં. બંધારણનું આટલું મોટું અપમાન કરશો નહીં એવા તીખા શબ્દોમાં કંગના રનૌતે શિવસેના પર આરોપ મૂક્યો છે.
કંગના રનૌતે ટ્વિટ કરીને ફરી તેણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તરફ નિશાન તાક્યું અને તૂ-તારી કરી હતી. તારા પિતાના સારા કાર્યને લીધે તેને દોલત મળી શકે, પણ સન્માન પોતાના મેળે કમાવવું પડે છે. મારૂં મોઢું બંધ કરાવશો પણ મારો અવાજ અત્યારે લાખો લોકો સુધી પહોંચી ગયો છે.
કેટલા જણાના મોઢાબંધ કરાવશો? કેટલો અવાજ દબાવશો? ક્યાં સુધી સત્યથી ભાગતા રહેશો. તું કંઈજ નથી ફક્ત વંશવાદનું ઉત્તમ ઉદાહરણ છે. એવી આગ ઝરતી ટીકા કરી હતી. એટલું જ નહીં ચૂંટણીમાં હારી ગયા બાદ નિર્લજપણે કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર રચીને શિવસેનાને સોનિયા સેનામાં રૂપાંતર કરી હોવાનું કંગના રનૌતે જણાવ્યું હતું.
દરમિયાન કંગના રનૌત અને શિવસેના વચ્ચે શરૂ થયેલો વિવાદ બુધવાર ખૂબ જ ઉગ્ર બન્યો હતો. રાતે કંગનાએ ટ્વિટ કરીને ફરી શિવસેનાને પડકાર ફેંક્યો હતો. રાતે કરેલા ટ્વિટમાં કંગનાએ કહ્યુ ંહતું કે હું હવે આપણા મુંબઈમાં છું. મારા ઘરમાં છું.
મારા ઉપર જે રીતે હુમલો કરાયો છે, ત્યારે હું વિમાનમાં હતી. મારી પાછળ કરાયો છે. મને સામેથી નોટિસ આપવાની અથવા સામેથી હુમલો કરવાની હિંમત મારા શત્રૂમાં નથી. મારી ઓફિસ તોડીને નુકસાન કર્યું. આથી અનેક લોકો દુ:ખી અને ચિંતિત છે. તેમના આશીર્વાદ તેમ જ પ્રેમ માટે ઋણી છું. એમ કંગનાએ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ સિવાય કંગના રનૌતની ઓફિસના બાંધકામને જે પદ્ધતિથી તોડવામાં આવ્યું છે તેના પર રાજ્ય પુરસ્કૃત દહેશત શરૂ છે. એવી પ્રતિક્રિયા વિધાનસભાના વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે આપી હતી. છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્રમાં આટલી ગભરાટ અને લોકશાહી વિરોધી સરકાર આ પૂર્વે ક્યારેય જોઈ નથી.
ડિમોલિશન સામેની કંગનાની અરજી પર 22મીએ સુનાવણી
મુંબઈ, તા.10
અભિનત્રી કંગના રનૌતે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તેની મિલકતનું તોડકામ હાથ ધરવા સામે કરેલી અરજીની સુનાવણી બોમ્બે હાઈકોર્ટે 22 સપ્ટેમ્બર પર મોકૂફ રાખીને ડિમોલિશન સામેનો વચગાળાના સ્ટે આગામી સુનાવણી વધુ કાયમ રાખ્યો હતો.
ન્યા. કાથાવાલા અને ન્યા. છાગલાની બેન્ચે કંગનાને 14 સપ્ટેમ્બર સુધી અરજીમા ંસુધારો કરીને મુંબઈ મહાપાલિકાને 18 સપ્ટેમ્બર સુધીમાં જવાબ નોંધાવવા જણાવ્યું છે. કંગનાના વકિલ રિઝવાન સિદ્દીકીએ દલીલ કરી હતી કે મુંબઈ મહાપાલિકાના સોગંદનામાનો જવાબ નોંધાવવા વધારાની હકીકત જણાવવા માટે અરજીમાં સુધારો કરવો જરૂરી છે. જેના માટે સમય માગ્યો હતો.
બીજી તરફ મુંબઈ મહાપાલિકાના વકિલ જોએલ કાર્લોસે દલીલ કરી હતી કે અરજદાર (કંગના)નું બાંધકામ મંજૂર કરાયેલું અને બાંધકામને મંજૂરી અપાઈ હતી એવો કોઈ કેસ નથી. કંગનાએ વધુ કોઈ ફેરફાર કે બાંધકામ કરવા નહીં એવો આદેશ કોર્ટને આપવા વિનંતી કરી હતી. આ વાત કોર્ટે માની હતી.
બાંદરાના પાલી હિલ ખાતે આવેલા પ્રોડકશન હાઉસ મનિકર્ણિકા ફિલ્મ્સ ચલાવતી રહેણાંક સાથે વ્યાવસાયિક મિલકત પર હથોડો ચલાવાયો હતો. પાલિકાએ સોગંદનામામાં જણાવ્યું હતું કે તોડકામ કાયદા અનુસાર કરાયું છે કેમકે ઈમારતમાં ઘણા ગેરકાયદે ફેરફાર કરાયા હતા. પાલિકાએ જણાવ્યું હતું કે ગેરકાયદે બાંધકામ અંગે તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુસરી રહ્યા છે.
24 ઓક્ટોબર 2019માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આવ્યો હતો કે 24 કલાકની નોટિસ આપ્યા બાદ તોડકામ હાથ ધરાઈ શકે છે. કાયદા અનુસાર પક્ષકારનો જવાબ સંતોષકારક જણાય નહીં તો સાત દિવસનો સમય આપ્યા બાદ તોડકામ હાથ ધરાય છે જેથી પક્ષકાર ઉચ્ચ ઓથોરિટી કે હાઈકોર્ટમાં જઈ શકે. જો 24 કલાકમાં જવાબ ન મળે તો પાલિકા તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32fMdwy
No comments:
Post a Comment