
મુંબઇ,તા.9 સપ્ટેમ્બર, 2020, બુધવાર
કોરોનાનના વધતા જતા ઉપદ્રવને કારણે મહારાષ્ટ્રમાં છેલ્લાં બે મહિનામાં ઓકિસજનનો વપરાશ બમણો થઇ ગયો છે. બે મહિનો પહેલાં ઓક્સિજનનાં વપરાશ ૪૫૦ મેટ્રીક ટન હતો જે આઠમી સપ્ટેમ્બરે વધીને ૮૫૦ મેટ્રીક ટન થઇ ગયો છે.
દરેક કોવિડ સેન્રરો અને તમામ હોસ્પિટલોને ઓક્સિનનો અખંડિત પુરવઠો મળતો રહે આ માટા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર અરૃણા ઉન્હાળે અને સાર્વજનિક આરોગ્ય ખાતાના કમિશનર એન. રામસ્વામી સ્થિતિ પર નજર રાખે છે.
પુરવઠો ખોરવાય નહી માટે ટ્રાન્સપોર્ટ કમિશનર અવિનાશ ઢાકણેની મદદ પણ લેવામાં આથી છે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એકંદર કોવિડના દરદીઓમાંથી ૩૫,૫૪૦ અત્યારે ઓકિસજન પર છે. પહેલી જુલાએ આ સંખ્યા ૧૧,૮૬૧ હતી અંદાજે ૧૫ ટકા દરદી એવાં છે જેને માટે ઓક્સિજન જરૃરી છે. મહામારી શરૃ થયા પછી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઓક્સિજનની અછત ન વર્તા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે.
ઓક્સિજનની આગામી ઉત્પાદકોને ૮૦ ટકા ઓક્સિજન હોસ્પિટલો અને કોવિડ સેન્ટરોને આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mf9SFF
No comments:
Post a Comment