ભાવનગરમાં કોરોનાનો તરખાટ, વધુ 68 કેસ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 30 August 2020

ભાવનગરમાં કોરોનાનો તરખાટ, વધુ 68 કેસ


- શહેરમાં કોરોનાના ૩પ અને જિલ્લામાં ૩૩ કેસ નોંધાયા

- શહેર-જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ર૭૯૮એ પહોંચ્યો, પ૬૭ દર્દી સારવાર હેઠળ 

ભાવનગર, તા. 30 ઓગષ્ટ 2020, રવિવાર 


કોરોના વાયરસે ભાવનગર શહેર અને જિલ્લામાં તરખાટ મચાવ્યો છે. સતત ત્રીજા દિવસે કોરોનાના ૬૦થી વધુ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે રવિવારે કોરોનાના વધુ ૬૮ કેસ નોંધાયા હતા, જેમાં શહેરમાં ૩પ અને જિલ્લામાં ૩૩ કેસનો સમાવેશ થાય છે. કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે. આજે કોરોનાથી ગારિયાધારના બે દર્દીના મોત નિપજયા અરેરાટી વ્યાપી જવા પામી છે. 

ભાવનગર શહેર-જિલ્લામાં આજે રવિવારે કોરોનાના વધુ ૬૮ કેસ નોંધાયા હતા, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના ૩પ કેસ નોંધાયા હતા, જેમાં ર૧ પુરૂષ અને ૧૪ ીનો સમાવેશ થાય છે, જ્યારે જિલ્લામાં કોરોનાના ૩૩ કેસ નોંધાયા છે, જેમાં ભાવનગર તાલુકાના નવા રતનપર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાના ભડભડીયા ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાના માઢીયા ગામ ખાતે ૪, ગારીયાધાર ખાતે ૧, ઘોઘા તાલુકાના વાળુકડ(ઘો) ગામ ખાતે ૨, ઘોઘા તાલુકાના નેસવડ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના બાડી ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૧, મહુવા ખાતે ૩, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૨, સિહોર તાલુકાના પાંચવડા ગામ ખાતે  ૧, સિહોર તાલુકાના મઢડા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૨, તળાજા તાલુકાના શેલાવદર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાવઠી ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૨, ઉમરાળા તાલુકાના વડોદ ગામ ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના ઉજળવાવ ગામ ખાતે ૧ દર્દીનો સમાવેશ થાય છે. આજે ૪૧ દર્દી સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં મહાપાલિકાના ર૦ અને તાલુકાના ર૧ દર્દીનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. 


દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. દર્દી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં સેનેટાઈઝ, દવા છંટકાવ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. કોરોનાના કેસ આવ્યા છે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ર૭૯૮ કેસ નોંધાયા છે, હાલ હોસ્પિટલમાં પ૬૭ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ર૧૭૯ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૪પ દર્દીઓના મોત નિપજયા છે. કોરોનાના કેસ વધતા લોકો ફફડી રહ્યા છે. 

કોરોનાએ બે દર્દીનો ભોગ લીધો, મૃત્યુઆંક ૪પએ પહોંચ્યો 

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે તેથી લોકો ભયભીત છે. કોરોનાએ આજે રવિવારે બે દર્દીનો ભોગ લીધો હતો, જેમાં ગારિયાધારમાં રહેતા ૪૦ વર્ષના યુવાન અને ૬૮ વર્ષના વૃધ્ધનો સમાવેશ થાય છે. કોરોનાની સારવાર દરમિયાન બંને દર્દીના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. બે દર્દીના મોત નિપજતા જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૪પએ પહોંચ્યો છે તેથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. 



from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YOulae

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages