ખેડા જિલ્લામાં કોરોનાનો ઉપદ્રવ જારી : વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 30 August 2020

ખેડા જિલ્લામાં કોરોનાનો ઉપદ્રવ જારી : વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા


- નડિયાદમા ત્રણ, કઠલાલમાં ત્રણ અને મહેમદાવાદ, માતર, ઠાસરા અને કપડવંજમાં એક એક કેસ નોંધાયો

નડિયાદ, તા. 30 ઓગષ્ટ 2020, રવિવાર


ખેડા જીલ્લામાં આજે દસ કોરોનાના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. નડિયાદ શહેરમાં આજે  ત્રણ કોરોના પોઝીટીવ કેસો જાહેર થયા છે. જ્યારે કઠલાલમાં વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસોનો ઉમેરો થયો છે. જ્યારે મહેમદાવાદ, માતર, ઠાસરા અને કપડવંજમાં એક-એક કોરોનાનો પોઝીટીવનો કેસ નોંધાયા છે.આથી જીલ્લામાં કુલ કોરોના પોઝીટીવ દર્દીનો આંક ૧૦૨૭ પહોંચ્યો છે.

ખેડા જીલ્લામાં કોરોનાના કેસો સરેરાશ વધી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ વધતા શહેરમાંથી ગામડામાં પ્રયાણ કર્યું હતું. ગામડાઓમાં પણ રોજેરોજ નવા કેસો વધી રહ્યાં છે. અને આશ્ચર્યની વાત એ છે કે હવે ગામડામાંથી ખેતસીમાડાઓ સુધી પણ કોરોનાએ દેખા દીધી છે. જેથી કોરોનાનો ભય ગ્રામ્યજીવન જીવતા લોકો પર પણ હાવી થઈ રહ્યો છે. 

જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટ, એન્ટીજન ટેસ્ટ અને ધનવંતરિ રથના માધ્યમથી જીલ્લામાં કોરોનાના કહેરને ડામવા માટે  કમર કસી રહ્યા છે.

નડિયાદ શહેરમાં નોંધાયેલા કેસ

*  મહિલા ઉં.વ. ૫૦ ગીતાનગર, નડિયાદ, *  પુરૂષ ઉં.વ. ૨૨ જલારામ પાર્ક, નડિયાદ, *  પુરૂષ ઉં.વ. ૪૩ જલારામ પાર્ક સોસાયટી, નડિયાદ

જિલ્લામાં અન્ય સ્થળે નોંધાયેલા કેસ

*  પુરૂષ ઉં.વ. ૪૫ ભાવસાર વાસ, કઠલાલ, *  પુરૂષ ઉં.વ. ૨૦ રંગીલા પોળ કઠલાલ, *  પુરૂષ ઉં.વ. ૪૨ ગઢવી ફળીયું, ચારણ, નિકોલ. તા. કઠલાલ, *  પુરૂષ ઉં.વ. ૭૪ વાંઠવાડી, તા. મહેમદાવાદ, *  મહિલા ઉં.વ. ૪૮ વાળંદ ફળિયું, હૈજરાબાદ તા. માતર, *  મહિલા ઉં.વ. ૨૪ વસંત ફળીયું, સાંઢેલી, તા. ઠાસરા, *  પુરૂષ ઉં.વ. ૩૩ સોમનાથ નગર, કપડવંજ



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gKyEcB

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages