
મુંબઈ, તા. 27 જુલાઈ, 2020, સોમવાર
મહારાષ્ટ્રમાં લોકડાઉન અને ઓનલાઈન એડમિશનની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય શિક્ષણ વિભાગ અગિયારમા ધોરણની એડમિશન પ્રક્રિયા સરળ બની રહે તે માટે મોબાઈલ એપ્લિકેશન બહાર પાડશે. કૉલેજોમાં વિદ્યાર્થી-વાલીઓની ભીડ ન થાય માટે ફી પણ ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમે સ્વીકારવામાં આવશે. ઉક્ત મોબાઈલ એપ્લિકેશનમાં એડમિશન સંદર્ભિત તમામ બાબતોનો ઉલ્લેખ કરાશે, જેથી વિદ્યાર્થીઓને એપ્લિકેશન વાપરવામાં કોઈ તકલીફ રહે નહીં.
મુંબઈ વિભાગના વિદ્યાર્થીઓ પહેલી ઓગસ્ટથી એડમિશન ફોર્મનો પહેલો ભાગ ભરી શકશે અને આ સપ્તાહે દસમાના પરિણામ જાહેર થયા બાદ તુરંત વિદ્યાર્થીઓ ફોર્મનો બીજો ભાગ ભરી શકશે. એડમિશન માટે અપાતી બૂકલેટ પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન ઉપલબ્ધ કરી અપાશે. આ વર્ષે વિદ્યાર્થીઓને સ્કૂલ-કૉલેજ સુધી ધક્કો ખાવો ન પડે અને સોશિયલ ડિસ્ટંસિંગ જળવાઈ રહે તે હેતુથી સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન ચાલશે. માત્ર વિવિધ ક્વૉટા અંતર્ગત એડમિશન લેનારા વિદ્યાર્થીઓએ સંબંધિત સ્કૂલ-કૉલેજની મુલાકાત લેવી પડે તેવી શક્યતા ખરી. અન્યથા વિદ્યાર્થીઓ ઓનલાઈન જ ડૉક્યુમેન્ટ સબમિટ કરીને તેનું વેરિફિકેશન પણ કરાવી શકશે તેવી સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરી આપવામાં આવી રહી છે.
આ વખતે શૈક્ષણિક વર્ષ માટે મુંબઈ વિભાગની ૮૧૯ કૉલેજોમાંની ૩.૧૯ લાખ સીટ્સ પર વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2X1tstE
No comments:
Post a Comment