
મુંબઇ,તા.27 જુલાઈ, 2020, સોમવાર
કોોરોનાના દર્દીઓની દિવસ-રાત સારવારમાં વ્યસ્ત રહેતા ડૉકટરો ખુદ આ બીમારીના સપાટામાં આવવા માંડયા છે એટલું જ નહીં કેટલાય તબીબના પરિવારજનોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. થાણેમાં અત્યાર સુધીમાં કોરોનાને લીધે છ ડૉકટરોએ અને ત્રણ ડૉકટરના માતા-પિતાએ જીવ ગુમાવ્યો છે.
કોરોના વૉરિયર્સ ફરજ બજાવતા સરકારી ડૉકટરો અને પોલીસો કોરોનાને લીધી મૃત્યુ પામે તો તેના પરિવારને ૫૦ લાખના વિમાની રકમ આપવામાં આવે છે. આવી રીતે ખાનગી ડૉકટરોને પણ ૫૦ લાખનું વિમા-કવચ આપવાની સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે. એમ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના અધ્યક્ષ ડો. સંતોષ કદમે કહ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/305DrA9
No comments:
Post a Comment