
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 27 જુલાઈ, 2020, સોમવાર
બોલીવૂડની સુપ્રસિદ્ધ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની આઠ વર્ષીય પુત્રી આરાધ્યાનો ફરી કરેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આથી માતા-પુત્રીને આજે બપોરે ૩ વાગ્યાના સુમારે નાણાવટી હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જોકે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન પણ આ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓની તબિયત એકદમ સારી છે. તેમને પણ ડિસ્ચાર્જ ગમે ત્યારે આપી શકાય એવી શક્યતા છે. એમ સૂત્રોએ જણાવ્યું હતું.
જોકે ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્ર આરાધ્યાને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું અભિષેક બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી હતી. તમે સતત કરી રહેલા પ્રાર્થનાને માટે તમારો ખૂબ ખૂબ આભાર છે. હું તમારો કાયમ ઋણી છું. ઐશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ સદ્ભાગ્યે નગેટિવ આવ્યો છે. તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપી રહ્યા છે. હું અને પિતા હજી હોસ્પિટલમાં રહીશું. એવું ટ્વિટ અભિષેકે કર્યું હતું.
સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક ૧૧ જુલાઈના રોજ કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થતાં તેઓને તે દિવસે રાતે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાર બાદ ૧૨ જુલાઈના રોજ ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પણ તેમને કોરોનાના હળવા લક્ષણને લીધે હોમ ક્વોરન્ટીન કરાયા હતા. પણ ૧૭ જુલાઈના રોજ માતા-પુત્રીને હળવો તાવ અને સામાન્ય શ્વાસ લેવામાં તકલીફ થતાં તે દિવસે રાતે ૮ વાગ્યાના સુમારે નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. આ ચારેય જણને નાણાવટી હોસ્પિટલના ત્રીજા માળે વોર્ડ નં. ૧૧માં સારવારમાં રાખ્યા હતા.
દરમિયાન અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત જલસા બંગલો સહિત ચારે બંગલાને પાલિકાએ સીલ કર્યા હતા. ત્યાં પાલિકાએ સીલની નોટિસ સુદ્ધા લગાડી હતી. હવે આ બંગલાઓ પરથી કન્ટેન્મેન્ટ ઝોનની નોટિસનું પાલિકાએ પાટીયું હટાવી દીધું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2BEeylS
No comments:
Post a Comment