
મુંબઇ,તા.27 જુલાઈ, 2020, સોમવાર
કોરોના મહામારીની સ્થિતિમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ નિયમોનું પાલન કરીને પ્રતીકાત્મક રીતે ઇદના તહેવારની ઉજવણી કરવાની મુસ્મિલમોને અપીલ કરી છે. આ અપીલના અનુસંધાનમાં પ્રગતીશીલ મુસ્મિલ સંગઠન મુસ્મિલ સત્યશોધક મંડળ તરફથી ઇદને દિવસે બકરાની કુરબાની આપવાને બદલે રકતદાન કરીને બકરી ઇદ ઉજવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
ધાર્મિક કટ્ટરતાવાદ સામે લડતા સમાજ સુધારક અને લેખક હમીદ દલવાઇએ માર્ચ ૧૯૭૦માં મુસ્મિલ સત્યશોધક મંડળની સ્થાપના કરી હતી. તાજેતરમાં જ ટ્રીપલ તલ્લાક ઉપર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકયો તેમા અનેક દાયકા પહેલાં હમીદ દલવાઇ એક પક્ષી મૌખીક તલ્લાકની આ પ્રથાના વિરોધમાં ૧૮મી એપ્રિલ ૧૯૬૬માં મંત્રાલય ઉપર મહિલાઓનો મોરચો લઇ ગયા હતા.
મુસ્મિલ સત્યશોધક મંડળશના પ્રમુખ સમશુદ્દીન તંબોલીએ જણાવ્યું હતું કે ધાર્મિક તહેવારની ઉજવણીને માનવતાનો સ્પર્શ આપવાનો આ પ્રયાસ છે. કોરોનાના ઉપદ્રવ વચ્ચે ઇદ નિમિત્તે મુસ્મિલ બકરા ખરીદવા જશે અને પછી કુરબાની આપશે તેમાંથી કોવિડ-૧૦ના ચેપ ફેલાવાનું જોખમ વધી જશે. બકરાની કુરબાની આપવાને બદલે જો રકતદાન કરવામાં આવશે તો કેટલાયને જીવતદાર આપી શકાશે. રકતદાનથી નાત-જાત કે ધર્મના ભેધભાવ વગર કેટલા બધા માટે લાભદાયી થશે. એટલે જ બકરાની કુરબાની આપી લોહી રેડવાને બદલે રકતદાનની અપીલ કરવામાં આવી છે. મુસ્મિલમોને ઇદ ઉજવવાનની પરવાનગી આપવાના મુદ્દે ચર્ચા કરવાને બદલે કોરોનાની વૈશ્વીક મહામારીની સ્થિતિમાં સમાજની દરેક વ્યકિતનું સ્વાસ્થ્ય જળવાય એ જોવાની સહુની જવાબદારી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3175cIb
No comments:
Post a Comment