પાલનપુર તા.27 જુલાઈ 2020, સોમવાર
પાટણ-બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતુ જઇ રહ્યું છે. જેને લઇ જિલ્લામાં હવે વેપારીઓ દ્વારા જુદા જુદા શહેરમાં બપોર બાદ બજાર સ્વયંભુ બંધ રાખવામાં આવી રહ્યા છે. જેમાં પાલનપુર, પાટણ બાદ હવે સિધ્ધપુરમાં પણ સોમવારથી બપોરના બે વાગ્યા બાદ તમામ વેપારીઓ દ્વારા પાન-ગલ્લા, બુટ-ચંપલ, કપડાં સહિતની તમામ દુકાનો બંધ કરી પાલિકાની અપીલને માન્ય રાખી હતી. અને કોરોનાનું સંક્રમણ અટકાવવા વધુ એક આવકારદાયક નિર્ણય લીધો હતો.
પાટણ શહેરમાં કોરોનાનું વધતુ જતું સંક્રમણને લઇ અત્યાર સુધી શહેરમાં ૩૦૮ પોઝિટીવ કેસ નોંધાયા છે જેને લઇ પાટણ શહેરમાં ગત તા.૨૨ જુલાઇથી ૧૦ દિવસ સુધી વેપારીઓ દ્વારા ૧ વાગ્યા બાદ બજાર સ્વયંભુ બંધ રાખવામાં આવી રહ્યું છે. ત્યારે પાટણ બાદ સૌથી વધુ કોરોનાના કેસો સિધ્ધપુરમાં નોંધાતા બે દિવસ અગાઉ નગરપાલિકા દ્વારા તા.૨૭/૦૭/૨૦થી ૧૫/૮/૨૦ સુધી બપોરના બે વાગ્યા બાદ બજાર બંધ રાખવા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી. જેને વેપારીઓએ માન્ય રાખી સોમવારે બપોરના બે વાગ્યા બાદ દુકાનો સ્વયંભુ બંધ કરવામાં આવતા બજારમાં સન્નાટો જોવા મળ્યો હતો. જ્યારે બીજી તરફ સિધ્ધપુર શહેર અને તાલુકામાં કોરોનાનાં કુલ ૮૮ કેસ નોંધાતા પાટણ બાદ બીજા ક્રમાંકે પહોંચ્યો છે. જોકે પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૯૪૧૪ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ૮૪૪૫ દર્દીનો રિપોર્ટ નેગીટીવ જ્યારે ૬૫૮ દર્દીઓ સારવાર હેઠળ દાખલ રાખેલ છે. જેમાં ૩૨૫ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. તો ૫૫ દર્દીઓને કોરોના ભરખી ગયો હતો.
કોરોનાને લઇ ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતતાનો અભાવ
પાટણ-બનાસકાંઠા જિલ્લામાં કોરોના કુલ પોઝિટીવ કેસ ૬૦૦ પાર નીકળી ગયા છે. ત્યારે શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના સંક્રમણ વધવાના મુખ્ય ત્રણ કારણો સામે આવ્યા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકો માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જ નથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દંડ ન ફટકારવામાં આવતો હોવાથી લોકોના ટોળેટોળા ભેગા થયેલા જોવા મળી રહ્યા છે. જેને કારણે સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30SrywD
No comments:
Post a Comment