ચોકલેટની એક બાઇટમાં ઉંદરનો વાળ કે લીંડી હોઇ શકે છે... - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 21 June 2020

ચોકલેટની એક બાઇટમાં ઉંદરનો વાળ કે લીંડી હોઇ શકે છે...


- ચોકલેટમાં રહેલી કેલેરીની ચિંતા કરવાના બદલે તેમાં રહેલા માન્ય કરેલા ભેગ બાબતે વિચારવું જરૂરી..

ઘઉંના લોટના પેકેટમાં  (૨૦ કિલો) બે ટકા જેટલી એશ (રાખ-ડસ્ટ) માન્ય ગણાઇ છે. જેને પૌષ્ટિક આટા (એટલે કે પોષક તત્વોથી ભરેલો લોટ)  કહે છે તેમાં થોડી વધારે એટલેકે ૨.૭૫ ટકા જેટલી ડસ્ટ માન્ય ગણાય છે

એક ચોકલેટ બારમાં(૧૦૦ ગ્રામ જેટલી) રોડેન્ટનો (એક પ્રકારનો ઉંદર) એકાદ વાળ હોય તો ચાલી શકે છે. આ ૧૦૦ ગ્રામની ચોકલેટમાં ૬૦ ટકા જેટલી ઇન્સેક્ટ ફૂગ હોય તો તેને કાયદેસર ગણવામાં આવે છે

જ્યારે તમે ચોકલેટની એક બાઇટ લો છોે ત્યારે તમે તેમાં કેટલી કેલેરી છે તેનોે વિચાર આવે છે પરંતુ શું ક્યારેય એમ વિચારો છે ખરા કે ચોકલેટના બાઇટમાં ઉંદરના કેટલા વાળ કે કેટલી અગાર (સ્ટૂલ-લીંડી) હોય છે તે વિચાર્યું છે ખરંુ? આવું આપણે ક્યારેય વિચારતા નથી. કેમકે આપણને આવી કોઇ ગંભીર વાતની કશી ખબરજ નથી હોતી.

અમેરિકામાં ફૂડના સ્ટાન્ડર્ડ પર નિયંત્રણ રાખતી સંસ્થા અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ ઓથોરીટીએ એક પુસ્તિકા બહાર પાડીને ફૂડમાં રહેલી લઘુત્તમ સ્તરે રહેલી કેટલીક ખામીઓની નોંધ કરી છે. ટૂંકમાં ફૂડ બનાવતી વખતે કેટલીક ક્ષતિઓ રહી જાય છે જેના કારણે ફૂડ કેટલીક ખામી વાળું હોય છે. આવી ખામીઓમાં નાથી ના શકાય એવી હોય છે જેના કારણે માનવ જાતના આરોગ્ય માટે જોખમ રહેલું હોય છે. આવી ભેળસેળ નાથી ના શકાય એવી હોઇ ચોકલેટ ઉત્પાદકો સામે પણ કેસ થઇ શકતા નથી. એફડીએની હેન્ડ બુકમાં એવો ઉલ્લેખ છે કે એક ચોકલેટ બારમાં(૧૦૦ ગ્રામ જેટલી) રોડેન્ટનો (એક પ્રકારનો ઉંદર) એકાદ વાળ હોય તો ચાલી શકે છે. આ ૧૦૦ ગ્રામની ચોકલેટમાં ૬૦ ટકા જેટલી ઇન્સેક્ટ ફૂગ હોય તો તેને કાયદેસર ગણવામાં આવે છે.

૭૧ જેટલી ફૂડ આઇટમો એવી છે કે જેમાં જીવાણુના અંગો કે તેના ટુકડા જેવાંકે પગના ટુકડા કે અન્ય અંગો ખામી યુક્ત પ્રોસેસ ગણીને માન્ય ગણવામાં આવે છે. આવી સ્થિતિ તમને પીનટ બટર, પેપરીકા, ઓર્ગેનીઓ વગેરેમાં જોવા મળે છે.  ઓરીગેનોમાં ૩૦૦ જેટલા જીવાણુની ફૂગ માન્ય છે જ્યારે ગ્રાઉન્ડ ઓર્ગેનો માંતો ૧૨૫૦ જેટલા જીવાણુની ફૂગને માન્ય ગણાય છે. ટોમેટો જ્યુસમાં દર ૧૦૦ ગ્રામે ૧૦ ફ્રૂટ ફ્લાય એગ માન્ય ગણાય છે. ડ્રાઇડ મશરૂમમાં દર ૧૫ગ્રામે ૨૦ મેગોટ્સ (કીડા) કે ૭૫ માઇટ્સને (નાની જીવાત) માન્ય ગણવામાં આવે છે. ચેરીના ડબ્બામાં પાંચ ટકા જેટલા મેગોટ્સ (કીડા) માન્ય ગણાય છે. ફિગ એટલેકે અંજીરમાં એફડીએ માત્ર જીવાણુના માત્ર માથાને માન્ય ગણ્યા છે (એટલેકે જીવાણુનું માથું હોય તો ચાલે) .૧૦૦ગ્રામ ફીગ પેસ્ટમાં જીવાણુના ૧૩ માથાને માન્ય ગણવામાં આવે છે. માત્ર માથા શા માટે ? કોઇ પણ અંગ હોઇ શકે છે.

અહીં મહત્વનું એ છે કે ઉંદરના વાળ કે જીવાણુના કોમ્બીનેશનથી ફૂડ કેટલું પરફેક્ટ બને છે તે વિશે એફડીએને કશી ખબર નથી હોતી. પીનટ બટરમાં દર ૧૦૦ ગ્રામે ૩૦ જીવાણુની ફૂગ અને ઉંદરનો એક વાળ માન્ય કરાયો છે. ૫૦ ગ્રામ તજમાં(સિનેમેન) ૪૦૦ જીવાણુઓની ફૂગ તેમજ ઉંદરના ૧૦ વાળને માન્ય કરાયા છે. પેપ્રિકા (ખાસ પ્રકારના મરચાંને સૂકવીને બનાવેલા પાવડર) માં દર ૨૫ ગ્રામે ૭૫ જીવાણુની ફૂગ તેમજ ઉંદરના ૧૧ વાળને માન્ય ગણાય છે. તજ, મરચાંનો પાવડર. અજમોે, સુગંધીવાળી ઔષધિનો છોડ,વરિયાળી,તલ, આદુ, જેવા મસાલામાં તો એફડીએ ધ્વારા એક એવી ચીજને માન્યતા આપી છે કે વાંચીને આસ્ચર્ય થશે. અમેરિકાની એફડીએ દ્વારા ઉપરોક્ત ચીજોમાં પ્રાણીઓની અગાર (સ્ટૂલ)ને માન્ય ગણી છે. એક કિલો ગ્રામ કોકા બીન્સમાં ૨૦ મિલી ગ્રામ જેટલી અગારને માન્ય ગણાઇ છે. ઘઉંના એક કિલો લોટમાં ઉંદરની નવ અગાર (લીંડી)ને માન્ય ગણાઇ છે. પેાપકેાર્નમાં પણ એકાદ લીંડીને માન્ય ગણાઇ છે. ( એફડીએ ધ્વારા લીંડીની સાઇઝ અંગે કોઇ સ્પષ્ટતા નથી કરાઈ).

મોલ્ડ પ્રકારની ફંગસ (ફૂગ) ને ફળો, શાકભાજી, બટર અને જામમાં માન્ય ગણાઇ છે. એફડીઆઇની હેન્ડ બુક આટલેથી નથી અટકતી તેણે એ પણ સમાવ્યું છેકે કેટલાક ફૂડમાં ફોરેન મેટર પણ માન્ય છે. ફોરેન મેટર એેટલે બહારથી ફૂડમાં પડતા તત્વો. આવા તત્વોમાં કાંકરા, લાકડાની કરચ,નાની સળી વગેરે તો છે જ પરંતુ સિગારેટના ઠૂંઠાને પણ માન્ય ગણ્યા છે. એટલેકે ફૂડમાં આવા તત્ત્વો હોય તો પણ તમે કાયદેસર રીતે ઉત્પાદક સામે ફરિયાદ ના કરી શકો. આનો સીધો અર્થ એ થાય છે કે અમેરિકી સત્તાવાળાઓ એમ માને છે કે આવા તત્વોથી માણસના આરોગ્યને કોઇ વાંધો નથી આવતો. 

હવે તમે એમ માનતા હોવ કે અમેરિકાના પેકેજ ફૂડમાં ભેળસેળ માન્ય છે તો પછી આપણે ત્યાં કેવી દશા હશે? અમેરિકામાં જેમ એફડીઆઇ છે એમ ભારતમાં એફએસએસએઆઇ છે. એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા. આ સંસ્થાએ પણ એફડીએ જેવાજ ધોરણો અપનાવ્યા છે પરંતુ એવો ગૂંચવાડો કરીને મુકી દીધો છે કે તેમાંથી કોઇ ખુલાસો મેળવી શકાતો નથી.

ફૂડમાં ઉત્પાદન દરમ્યાન પેકેજીંગ દરમ્યાન કોઇ ટુકડો અંદર પડી જાય તો તે માનવજાતને નુકશાન કારક નથી હોતો એમ કહેવાયું છે. પરંતુ તેવા કેટલા  ટુકડા, તેની સાઇઝ કેટલી વગેરેનો કોઇ ખુલાસો નથી કરાયો.આ સંસ્થાએ ફૂડમાં કેટલી માત્રામાં ભેગ વગેરે અંગે પણ કોઇ સ્પષ્ટતા નથી કરાઇ. સંસ્થાએ એટલા બધા કાયદા  અને નિયમેા બનાવ્યા છે કે તેમાં સાચી વસ્તુ શોધવી મુશ્કેલ બની ગઇ છે. મગફળી વિશે એવા ઉેલ્લ્લેખ કરાયો છે કે તેમાં કોઇ કાંકરી, માટી કે કચરો  ના હોવો જોઇએ. ફળો અને બદામના પેકેટમાં પાંચ ટકા નુકશાની અને પાંચ ટકા જેટલો કલર ચેન્જ માન્ય ગણાયો છે. ડ્રાય એપ્રિકોટ્સ (સૂકા જરદાળુ) માં જીવતી જીવાત માન્ય નથી પણ કેટલીક માત્રામાં જીવાતના મૃત શરીરની કરચો વગેરે માન્ય ગણાયા છે.

ઘઉંના લોટના પેકેટમાં (૨૦ કિલો) બે ટકા જેટલી એશ (રાખ-ડસ્ટ) માન્ય ગણાઇ છે. જેને પૌષ્ટીક આટા (એટલે કે પોષક તત્વોથી ભરેલો લોટ) કહે છે તેમાં થોડી વધારે એટલેકે ૨.૭૫ ટકા જેટલી રખીયા માન્ય ગણાય છે. ઘઉં, મકાઇ, જુવાર, બાજરી, ચોખા તેમજ ચણા,મગ, રાજમાં જેવા કઠોળમાં ૦.૦૧ ટકા જેટલા બહારના તત્વોને માન્ય ગણાયા છે. (જેને એક્સટ્રેનીયસ તત્વો કહે છે) જેમાં ડસ્ટ, મેટલની કરચો, જીવાણુની અગાર વગેરેને માન્ય ગણાયા છે. એટલેકે આપણે ખોરાકમાં આવા તત્વો રોજે રોજ ખોરાકમાં લઇએ છીએ.

સુગર, રીફાઇન્ડ સુગર,બુરૂ વગેરેમાં ૦.૦૧ટકા બહારના કોઇ તત્વો માન્ય ગણાયા છે. આ ટકાવારી ગોળના કેસમાં બે ટકા જેટલી છે.ભારતમાં સૌથી પ્રિય પીણું ચા માં નરી આંખે જોઇ શકાય એવા કે જીવાણુ કે કચરો ના હોવો જોઇએ એમ જણાવાયું છે.એફએસએસએઆઇએ મોટા ભાગના મરી મસાલા જેવાં કે હળદર,ઇલાયચી, લવીંગ, બ્લેક પીપર,ધાણા, મેથી  વગેરેમાં એકથી બે ટકા જેટલા બહારના તત્વો માન્ય ગણાયા છે. એક અધિકારીએ મને જણાવ્યું હતું કે જ્યારે દાળની અછત ઉભી થઇ ત્યારે મ્યાનમારમાંથી  દાળ મંગાવાઇ હતી. જેમાં પુષ્કળ પ્રમાણમાં કાંકરી હતી. બહુ વિવાદ કર્યા વગર મંત્રાલયે તેમાં બે ટકા કાંકરીને માન્ય ગણવાનો ઓર્ડર કરી દીધો હતો.

ટૂકમાં ફૂડની ક્વોલીટી અને તેમાના ભેગની માત્રા કોર્પોેરેશન નક્કી કરે છે અને ફૂડ બનાવનારનું એક રીતે રક્ષણ કરે છે પરંતુ ફૂડ ખાતી પ્રજાનું રક્ષણ કોણ કરશે?



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V7SMxr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages