પ્રસંગપટ

- ભારત-અમેરિકા વચ્ચે કોલ્ડ વોર શરૂ થઇ ત્યારે ભારત એટલા માટે હરખાતું હતું કે રોકાણકારો ભારતમાં આવશે....
ભારતના શેર બજારની સિક્સ્થ સેન્સ જોરદાર છે. બધા જ્યારે એમ માનતા હતા કે ભારત -ચીન વચ્ચે યુધ્ધ થશે ત્યારે શેર બજારનો સેન્સેક્સ વધતો હતો. યુધ્ધના નગારાં સૌથી પહેલાં શેરબજારના કાનમાં સંભળાય છે. યુધ્ધની વાતો ડિફ્યૂઝ થઇ ગઇ છે એમ શેર બજાર છેલ્લા ચાર દિવસથી કહેતું હતું છતાં કેટલાક લોકો તેમની ખીચડી પકવે રાખતા હતા.
જ્યારે ભારત-અમેરિકા વચ્ચે કોલ્ડ વોર શરૂ થઇ ત્યારે ભારત એટલા માટે હરખાતું હતું કે રોકાણકારો ભારતમાં આવશે. અમેેરિકાએ જ્યારે ચીનની ૮૦૦ જેટલી કંપનીઓેને શેરબજારોમાંથી ડિ-લીસ્ટ કરવાનો નિર્ણય કર્યો ત્યારે પણ ભારતનો હરખ માતો નહોતો. અમેરિકાની કેટલીક કંપનીઓએ ખાસ કરીને એબોટ લેબોરેટરીઝે ઉત્તર પ્રદેશમાં રોકાણ માટેની તૈયારી પણ બતાવી હતી.
વિશ્વ આરોગ્ય સંસ્થા સાથેનું ચીનનું સેટીંગ અમેરિકાએ ખુલ્લું પાડયા બાદ દરેક દેશ ચીનનો વિરોધ કરી રહ્ય્યા છે. કોરોના વાઇરસના સર્જક તરીકે પોતાનું ંનામ ઇતિહાસમાં લખાય તે સાથે પણ ચીન સંમત નથી પરંતુ હવે આખું વિશ્વ આ ખલનાયકને ઓળખી ગયું છે.
ભારત પર પ્રભાવી બનવાનો લાગ જોયા કરતા ચીન પાસે સરહદી વિવાદ ઉભો કર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. ભાારત સાાથે વિવાદ ઉભો કરીને ચીન એક સાથે અનેક નિશાન પાર પાડવા માંગે છે.ચીન વિશ્વના દેશોને એ બતાવવા માંગે છે કે અમેરિકા સાથે સંબંધો હોય એનો અર્થ એ નથી કે તમે સલામત છો. હોંગ કોંગ અને તાઇવાન ચીનને ફાવવા દેતા નથી. તેમને પણ ચીન ગર્ભીત સંદેશો આપવા માંગે છે.
ચીને ભારતના વેપાર વ્યવસાય પર પકડ જમાવી છે તે આપણી પ્રજા અને સરકારની ભૂલ છે. પરંતુ ચીન એ ભૂલે છે કે ભારત જો ચીનની આઇટમોનો બહિષ્કાર શરુ કરે તેા ચીનના અનેક એકમોને તાળા વાગી જાય એમ છે. પરંતુ આ બધી હકીકતો વચ્ચે ચીન તેનો આક્રમક સ્વભાવ વિશ્વને બતાવવા માંગે છે.
જેમ ચીન હોંગકોંગને સોફ્ટ ટાર્ગેટ માને છે એમ ભારતને પણ માને છે. પરંતુ ઇન્ડિયા હવે પોતાનો રંગ બદલી ચૂક્યું છે. ઇન્ડિયા જાણતું હતું કે ચીન અને પાકિસ્તાન ઝગડાળું પાડોશી છે .તેમને સીધા કરવા તોે ભારતે અમેરિકા સાથે મજબૂત સંબંધો બાધી રાખ્યા છે.
૧૯૬૨માં હારેલું હિન્દુસ્તાન અને ૨૦૨૦ના ભારતમાં આસમાન જમીનનો ફર્ક છે. વારંવાર ૧૯૬૨ની હાર અને એ માટે કોણ જવાબદાર જેવી વાતોમાં સમય બગાડવાની જરૂર નથી. ભારતને પાડોશીનું સુખ નથી એવા રોદણાં રડવાથી કંઇ વળે એમ નથી. કોરોના વાઇરસના જનક ચીન વૈશ્વિક તખ્તા પર પોતાની ગુમાવેલી આબરૂ પાછી મેળવવા પ્રયાસ કરે છે. ચીન બદનામ થઇ ચૂક્યું છે. તેની સરખામણીમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. બદમાશ પાડોશી પાકિસ્તાન સાથે પણ ભારત યુધ્ધ એટલા માટે નથી કરતું કે તેના કારણે મોટો માનવ સંહાર શક્ય છે અને ભારત આવો સંહાર નથી ઇચ્છતું. ભારતે વારંવાર શાંતિનો આગ્રહ રાખીને પોતે શાંતિ પ્રિય દેશ છે એમ વિશ્વને જણાવી દીધું છે.
ચીન જેને ખોળામાં બેસાડે છે તે પાકિસ્તાનની વિશ્વમાં કોડીની પણ કિંમત નથી. ત્રાસવાદના ઉછેર કેન્દ્ર સમાન પાકિસ્તાનથી અમેરિકા પણ નારાજ છે. આર્થિક પાયમાલીમાં ફસાયેલું પાકિસ્તાન વારંવાર ભારતના તમાચા ખાઈ ચૂક્યું છે. ભારતની વર્તમાન લશ્કરી તાકાત ૧૯૬૨ની પછડાટ પછી અનેક ગણી છે.
દરેક દેશ મંદીના પકડમાં આવી ગયા છે. વૈશ્વિક સ્તરે પણ મંદી છે યુધ્ધ માનવ સંહાર સર્જે છે તેમજ તૂટતા આર્થિક તંત્રને વધુ તોડી નાખશે. ચીને તેના લશ્કરનો ઉપયોગ દેશના બળવાખોરોને કાબુમાં રાખવા માટે કરેલો છે. હોંગકોંગ તેમજ દક્ષિણ ચીનમાં તેનુુું લશ્કર વ્યસ્ત હોવા છતાં તે ભારતને છંછેડી રહ્યું છે.ભારત પીઓકે પર હુમલો કરી શકે છે તે વાતથી ચીન ફફડે છે. કાશ્મીરમાં ભારતે ૩૭૦ હટાવીને જે રીતે લોહીનું એક ટીપું પણ ના પડવા દીધું તે જોઇને પણ ચીન સમસમી ગયું છે. ચીન યુધ્ધખોર નિતી વાળું છે જ્યારે ભારત સમાધાનકારી વલણ અપનાવીને પોતાને જોઇતું મેળવી લેનાર છે. ભારતને તેની સ્થાનિક સમસ્યાઓ મેચ્યોર્ડ બનાવી રહી છે. બેરોજગારી અને કોરોના વાઇરસના કારણે ઉભી થયેલી ગંભીર આર્થિક સ્થિતિ વચ્ચે યુધ્ધના નગારાં વગાડવા ભારત તૈયાર હોય એમ લાગતું નથી. એટલેજ ૧૯મીએ વડાપ્રધાને સર્વપક્ષીય દળની બેઠક બોલાવીને દર્શાવી દીધું છે કે યુધ્ધ તાત્કાલીક શક્ય નથી. સામે છેડે ચીને પણ મંત્રણા પર ભાર મુક્યો છે. ટૂંક સમયમાં યુધ્ધના નગારાં બંધ થશે અને ચીનના માલના બહિષ્કારના નગારાં વાગવાના શરૂ થશે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2BrxXWM
No comments:
Post a Comment