વાદળોની સંતાકુકડી અને ક્યાંક વરસાદી ઝાપટાં વચ્ચે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ જોવા મળ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 21 June 2020

વાદળોની સંતાકુકડી અને ક્યાંક વરસાદી ઝાપટાં વચ્ચે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ જોવા મળ્યું

ભુજ,રવિવાર

૨૦૨૦ના પ્રાથમ સૂર્યગ્રહણને કચ્છના ખગોળ રસિકોએ ખુબ ઉત્સાહ અને ઉમંગાથી માણ્યો હતો. ભુજ ખાતે સ્ટારગેઝીંગ ઇન્ડિયા તરફાથી ગ્રહણ નિહાળવા માટે ખાસ ઓનલાઈન વ્યવસૃથા કરવામાં આવેલ હતી જેનો લાભ કચ્છ, ગુજરાત તાથા દેશ વિદેશના લોકોએ લીધો હતો.

 ભારતમાં ગ્રહણની પ્રાથમ શરૃઆત સવારે  ૯ઃ ૫૭ કલાકે કચ્છના કોટેશ્વર ખાતેાથી થઇ હતી. પરંતુ સવારે વાદળા અને વરસાદી ઝાપટાંને કારણે ખગોળ રસિકોમાં ઉચાટનો માહોલ હતો પરંતુ બપોરના ૧૧ઃ ૦૦ વાગ્યા બાદ આશા બળવત્તર બની હતી અને છુટા છવાયા વાદળો વચ્ચે બરોબર ૧૧ઃ૩૩ મીનીટે મહત્તમ ગ્રહણ દેખાતાં લોકોમાં ઉત્સાહનો સંચાર થયો હતો. તેમ સ્ટારગેઝીંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોરએ જણાવ્યું હતું. અદભુત દ્રશ્યનો નજારો જોઈ લોકો ઝૂમી ઉઠયા હતા. ચપોચપ કેમેરાની ચાંપો દબાવવા લાગી હતી. સૂર્યનો ૮૦% જેટલો ભાગ ગ્રસિત થઇ ગયો હતો. ખરા બપોરે સાંજ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. પક્ષીઓ - પ્રાણીઓનું વર્તન ખાસ નોધવા લાયક હતું. કોરોનાની પરિસિૃથતિને કારણે લોકોએ ઓનલાઈન ગ્રહણ જોવા ટીવી, મોબાઈલ અને કોમ્પ્યુટર સામે ગોઠવાઈ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. કચ્છ યુનીવર્સીટીના જીઓલોજી વિભાગના ડા. મહેશ ઠક્કર, સ્ટારગેઝીંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોર તાથા નિશાંત ગોરે લોકોના ગ્રહણ, ગ્રહણની સંભવિત અસરો, ભૂકંપ, માન્યતાઓ બાબતે સવિસ્તાર માર્ગદર્શન આપ્યું હતું. કંકણાકૃતિ સૂર્યગ્રહણ દરમ્યાનની વિવિાધ અવસૃથાઓની ફોટોગ્રાફી, પીન હોલ કેમેરાની મદદાથી ગ્રહણનું નિદર્શન, ટેલીસ્કોપ દ્વારા સૂર્યનું પ્રોજેક્શન, સોલાર ફિલ્ટરનું વિતરણ, ફિલ્ટરયુક્ત ટેલીસ્કોપનું સંચાલન, મિરરબોલ પ્રોજેક્શન કરવામાં આવ્યું હતું.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2B01vdY

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages