
મુંબઇ,તા.18 જુન, 2020, ગુરુવાર
મુલુંડની ઇન્દિરા નગર ઝૂંપડપટ્ટીમાં કોરોનાના અનેક કેસ મળી આવ્યા પછી આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. આ થપ્પો લાગી ગયા પછી ઇન્દિરા નગરમાં રહેતીએ ઘરકામ કરતી સેંકડો કામવાળળીઓની બુરી દશા થઇ છે. કામ છૂટી જવાથી બધી જ કામવાળીઓ બેરોજગાર બની ગઇ છે અને હવે તો એક પૈસાની આવક રહી હોવાથી ખાવાના સાંસા પડવા માંડયા છે.
ઇન્દિરા નગરની આ મહિલાઓ તાજેતરમાં જ સ્થાનિક તેનાને મળી હતી અને આ વિસ્તારમની ઉપર કન્ટેનમેન્ટ ઝોનનો જે થપ્પો લાગ્યો છે એ દૂર કરવાની વિંતી કરી હતી. કારણ કન્ટેનમેન્ટ ઝોનને લીધે તેમને કોઇ કામ નથી આપતું. હવે તો લોકડાઉનમાં છૂટછાટ અપાઇ છે છતા પણ તેમણે કામ વગર બેસવું પડે છે.
ગઇ ચોથી મેના રોજ ઇન્દિરા નગરમાં કોરોનાના દરદીઓનો આંકડો ૪૫ ઉમર પહોંચ્યા બાદ તરત જ પાલિકાએ આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો હતો. ત્યાર પછી પણ કોરોનાના કેસ વધતા જ ગયા હતા. અત્યારે આ ઝૂંપડટ્ટી એરિયામાં કોરોનાના દરદીઓનો આંકડો ૯૪ ઉપર પહોંચ્યો છે.
ભારતીય જનતા પક્ષના સ્થાનિક નગરસેવક પ્રકાશ ગંગાધરેએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ હું પાલિકાના 'ટી' વોર્ડના અધિકારીઓને મળ્યો હતો અને આ રહેવાસીઓની સમસ્યાનું નિરાકરણ લાવવાની વિનંતી કરી હતી. કારણ આ એમની આજીવિકાનો પ્રશ્ન છે.
ઇશાન મુંબઇના સાંસદ મનોજ મનોજ કોટકે જણાવ્યું હતું કે શરૃઆતમાં કોરોનાનો એક દરદી મળે તો આખા હાઉસિંગ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવતું હતું. પણ હવે તો બિલ્ડિંગમાં કોરોનાનો કેસ મળે ત્યારે ફકત એક ફલોર ન સીલ કરવામાં આવે છે. એટલે હવે આખી ઝૂંપડપટ્ટીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાને બદલે જયાં દરદી મળી આવ્યા હોય એટલા જ ભાગને પ્રતિબંધિત કરવાનું પાલિકા સત્તાવાળાએ વિચારયું જોઇએ. લોકોની રોજગારી છીનવાઇ જાય એ રીતનો પ્રતિબંધન હોવો જોઇએ. બીજું સંબંધિત ઝૂંપડપટ્ટીના રહેવાસીઓનું નિયમિત સ્ક્રીનિંગ ચાલુ રાખવું જોઇએ જેથી કોઇના મનમાં શંકાકહેર ન રહે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37LnX6S
No comments:
Post a Comment