2 દિવસના વિરામ બાદ મહારાષ્ટ્રમાં ફરી રોજના 3000થી વધુ કેસ નોંધાતા થયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 18 June 2020

2 દિવસના વિરામ બાદ મહારાષ્ટ્રમાં ફરી રોજના 3000થી વધુ કેસ નોંધાતા થયા



મુંબઈ, તા. 18

કેોવિડ-૧૯ના રોજના ૩૦૦૦થી વધુ કેસ નોંધાવાથી મહારાષ્ટ્રને માંડ બે દિવસ રાહત મળ્યા બાદ બુધવારે રાજ્યમાં ફરી ૩૩૦૦ નવા કેસ બન્યા હતા. સોમવારે અને મંગલવારે રોજિંદા નવા કોરોના કેસોની સંખ્યા ઘટીને અનુક્રમે ૨૭૮૬ અને ૨૭૦૧ થઈ જતા એવી આશા બંધાઈ હતી કે ઇન્ફેક્શનના નવા કેસ ઘટવા તરફ છે, પણ એ આશા ઠગારી નીવડી છે. નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં કોરોના કેસોની સંખ્યા બુધવારે ૧,૧૬,૭૫૨ થઈ હતી.

દર્દીઓના મોતની સંખ્યા પણ મંગળવારના ૮૧ પરથી વધીને બુધવારે ૧૧૪ થઈ હતી. એ સાથે રાજ્યનો મૃત્યુઆંક ૫૬૫૧ થયો હતો.  મંગળવારને બાદ કરતા છેલ્લા આઠ દિવસથી મહારાષ્ટ્રમાં કોરોનાથી રોજના ૧૦૦થી વધુ મોત નોંધાતા હતા. બીજી તરફ ગુરુવારે મુંબઈના કોરોના વાયરસના પાદુર્ભાવને ૧૦૦ દિવસ પૂરા થયા હતા. બુધવારે શહેરમાં બીજા ૭૭ મોત થતા મૃત્યુઆંક વધીને ૩૨૪૪ થયો હતો. શહેરમાં ૧૦ અને ૧૧ જૂને કોરોનાથી સૌથી વધુ ૯૭ મોત થયા હતા.

મંગળવારે મુંબઈમાં કોરોનાના નવા કેસ ઘટયા બાદ બુધવારે ફરી એમાં ઉછાળો આવતા ૧૩૫૯ નવા કેસ નોંધાયા હતા. મંગળવારે એક મહિના બાદ શહેરમાં ૧૦૦૦થી ઓછા કેસ બન્યા હતા. બુધવારે મુંબઈના કુલ કેસ વધીને ૬૧,૫૮૭ થયા હતા. આરોગ્ય અધિકારીઓના જણાવવા મુજબ શહેરમાં ધીમે ધીમે પ્રવૃત્તિઓ શરૃ થતી જાય છે ત્યારે કોરોનાના કેસ વધવાની અમારી ધારણા છે. અનલોક ૧.૦નો પ્રભાવ વર્તાતો શરૃ થઈ ગયો છે. બુધવારે બેસ્ટની ભસોમાં છ લાખ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો અને બેસ્ટે ૨૬૫૭ બસ દોડાવી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30XM5lk

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages