જળગાંવમાં 1 દિવસમાં 7 જણની આત્મહત્યા મૃતકમાં દંપતી, વિદ્યાર્થીનો સમાવેશ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 18 June 2020

જળગાંવમાં 1 દિવસમાં 7 જણની આત્મહત્યા મૃતકમાં દંપતી, વિદ્યાર્થીનો સમાવેશ



(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 18 જુન, 2020, ગુરુવાર

જળગાંવમાં એક જ દિવસમાં સાત  જણે આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેને લીધે ચકચાર જાગી હતી કૌટંબિક વિવાદ, બીમારીથી કંટાળીને તથા અન્ય કારણથી આત્મહત્યા કરવામાં આવી હતી.

જળગાંવના ભગવાનનગરમાં રહેતો ૧૫ વર્ષીય કિશોર, ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતો હતો તેણે ઘરમાં પંખા સાથએ ગળાફાંસો ખાધો હતો. અભ્યાસના ટેન્શનમાં તેણે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.

જયારે બળીરામ પેડમાં ૩૯ વર્ષીય આસા કુમાવત, બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાધો હતો. આ ઘટના બની ત્યારે મૃતક ગૃહિણીનો  પતિ કામમાં અને બાળક બહાર ગયા હતા.

દરમિયાન ધરણગાંવમાં રહેતા ૩૫ વર્ષીય સંતોષ આંભોરેએ કૌટુંબિક વિવાદથી કૂવામાં ઝપલાવ્યુ હતું. તેને કૂવામાંથી બહાર કાઢી હોસ્પિટલમાં સંતોષનું મોત થયું હતું.

આ સિવાય ફૈઝપુર પાસે  બીમારીથી કંટાળીને ભાગવત પાટીલ  (ઉ.વ.૬૦) અને તેમની પત્ની વિમલ (ઉ.વ.૫૫) એ કૂવામાં કૂદકો મારીને જીવન ટૂંકાવી લીધુ હતું. આ સિવાય અન્ય બે જણની આત્મહત્યાની ઘટના બની હોવાનું કહેવાય છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UYOyrN

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages