પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રાશિદ અહેમદ કોરોના પોઝિટિવ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 8 June 2020

પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રાશિદ અહેમદ કોરોના પોઝિટિવ


ઈસ્લામાબાદ, તા. 08 જૂન 2020 સોમવાર

પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશિદ અહમદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રેલવે મંત્રાલય તરફથી સોમવારે આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે શેખ રાશિદ અહેમદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે તેમનામાં કોઈ લક્ષણ નથી. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ બે અઠવાડિયા સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહેશે. 


ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે. રવિવારે જારી રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખને 1 હજાર 173 છે. કોરોનાથી અત્યાર સુધી 2032 લોકોના મોત નીપજ્યા છે. પાકિસ્તાન 16મો દેશ બની ગયો છે. જ્યાં દર્દીઓનો આંકડો 1 લાખ કરતા વધારે છે. 

પાકિસ્તાની સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે કહ્યુ કે કોરોના પોઝિટિવ દર્દીઓમાના 33 હજાર 465 લોકો સાજા થઈ ચૂક્યા છે. પાકિસ્તાનના પંજાબમાં અત્યાર સુધી 37,090, સિંધમાં 38,108, ખેબર-પખ્તૂનખ્વામાં 13,487, બલૂચિસ્તાનમાં 6,221, ઈસ્લામાબાદમાં 4,979, ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં 927 અને પીઓકેમાં 361 કેસ સામે આવ્યા છે.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dIbJhf

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages