વડોદરા: રાત્રી કર્ફ્યુ દરમ્યાન રેડ ઝોન સલાટવાડામાં ગાયો ઉઠાવતી ટોળકી ત્રાટકી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 8 June 2020

વડોદરા: રાત્રી કર્ફ્યુ દરમ્યાન રેડ ઝોન સલાટવાડામાં ગાયો ઉઠાવતી ટોળકી ત્રાટકી


વડોદરા, તા. 8 જૂન 2020 સોમવાર

વડોદરામાં કોરોનાના કહેરના કારણે રાત્રી કર્ફ્યુ ચાલુ છે ત્યારે અગાઉ રેડ ઝોન જાહેર કરાયેલા સલાટવાડા વિસ્તારમાં ગાયોને ઉઠાવી જતી ટોળકી ત્રાટકતા પશુપાલકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.

સલાટવાડા વિસ્તારમાં રાત્રી કર્ફ્યુનો અમલ ચાલુ છે ત્યારે તા 7મીએ મળસ્કે ત્રણેક વાગે સ્કોર્પિયો કારમાં 3 થી 4 ચોરો ત્રાટક્યા હતા અને બહાર બેઠેલી ગાયો પૈકી એક જર્સી ગાયને જબરદસ્તી ઉઠાવી કારમાં નાખીને લઈ ગયા હતા.

આ તબક્કે કેટલાક લોકોએ વિરોધ કરતાં ટોળકી ધાકધમકી આપીને ફરાર થઈ ગઈ હતી. બનાવ અંગે સલાટવાડામાં રહેતા ગોપાલક સિદ્ધાર્થ રબારીએ કારેલીબાગ પોલીસને ફરિયાદ કરતાં પોલીસે ગાયની ઉઠાંતરી કરતા સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ME13o7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages