
ખાવાનું આપવાનું બંધ થતાં કોરોના કરતાં ભુખમરાનો ડર વધી જતાં આંજણા આંબેડકરનગરના શ્રમજીવીઓ રોજગારી માટે નિકળ્યા
સુરત, તા. 08 જૂન 2020 સોમવાર
સુરતના લિંબાયત ઝોનના સંક્રમણનો ભાર વધુ છેતેવા આંજણા વિસ્તારમાંથી આજે સવારે સંખ્યાબંધ લોકો નોન ક્લસ્ટર વિસ્તારમાં રોજીરોટી માટે નિકળતાં તંત્રને ધ્રાસકો પડયો છે.
ક્લસ્ટરમાંથી નોન ક્લસ્ટરમાં જાય તો સંક્રમણની સક્યતા વધી જાય છે. પરંતુ મ્યુનિ.તંત્રએ ભોજન બંધ કર્યા બાદ શ્રમજીવીઓને કોરોના કરતાં ભુખમરાનો ડર વધુ લાગી રહ્યો છે તેથી કોરોના ભયને બાજુએ મુકીને મોટી સંખ્યામાં રોજગારી માટે નિકળી પડયા હોવાથી સંક્રમણ અન્ય જગ્યાએ પણ ફેલાઈ તેવી શક્યતા નકારી શકાતી નથી.
કોરોનાના સંક્રમણ માટે સુરત મ્યુનિ.ના લિંબાયત ઝોન હોટ સ્પોટ બની ગયો છે આવિસ્તારમાં વાઈરલ લોડ સૌથી વધુ હોવાથી સુરતમાં સૌથી વધુ દર્દી લિંબાયતમાં છે.

સુરતમાં કુલ 2097 કેસ નોંધાયા તેમાંથી લિંબાયત ઝોનમાં 673 પોઝીટીવ કેસ છે અને મૃત્યુની સંખ્યા પણ લિંબાયતમાં જ સૌથી વધુ છે. લિંબાયતમાં વાઈરલ લોડ વધુ હોવાથી આ વિસ્તારના લોકો અન્ય જગ્યાએ નોકરી ધંધે જાય તો સંક્રમણ થાય તેમ હોવાથી મ્યુનિ.કમિશ્નરે આ વિસ્તારના લોકોને નોકરી ધંધે નહીં રાખવા માટે સુચના આપી છે પરંતુ તેનો અમલ થતો ન હોવાની ફરિયાદ થઈ રહી છે.
આ ફરિયાદ વચ્ચે આજે ક્લસ્ટર ગણાતા આંજણા વિસ્તારનાઆંબેડકર નગરના સંખ્યાબંધ શ્રમિકો સોશ્યલ ડિસ્ટન્સ સાથે પોતાના વિસ્તારની બહાર રોજી રોટી માટે નિકળી પડ્યા હતા. આ વિસ્તારના લોકો કહે છે, ક્લસ્ટર હોવાથી બધા નોકરી ધંધા બંધ છે અને સરકાર દ્વારા આપવામાં આવતું ભોજન પણ બંધ થયું છેતેથી ભુખમરો થાય તે પહેલાં રોજીરોટી મેળવવાનો આ પ્રયાસ છે.
સ્થાનિક કોર્પોરેટર પણ કહે છે, ભુખમરો ન થાય તે માટે લોકો મજબુરીથી રોજીરોટી માટે બહાર નિકળી રહ્યાં છે. ક્લસ્ટર હોવાથી આ વિસ્તારના રસ્તા બંધ છે પરંતુ લોકો પોતાના જીવના જોખમે રોજગારી માટે નિકળ્યા છે.
કલ્સટર એરિયામાથી લોકો રોજગારી માટે બહાર નિકળ્યા છે તે વિડિયો વાઈરલ થતા મ્યુનિ. તંત્રને ધ્રાસકો પડયો છે. આ વિસ્તારમાં વાઈરસ વધુ હોવાથી જો લોકો ઓછો વાઈરસ હોય ત્યાં જશે એટલે ત્યાં પણ સંક્રમણ થવાની શક્યતા નકારી શકાતી નથી.
સુરત: લિંબાયતના ક્લસ્ટરમાંથી રોજી રોટી માટે લોકો નિકળતાં તંત્રને ધ્રાસકો #Surat #Limbayat #Cluster pic.twitter.com/auAX7hiEcQ
— Gujarat Samachar (@gujratsamachar) June 8, 2020
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2BDVuni
No comments:
Post a Comment